________________
સવારે ઉઠવાની વિધિ
સવારે ચાર ઘડી (૯૬ મીનીટ) બાકી રહે ત્યારે અર્થાત - બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ. “શ્રાવક તૂ ઉઠે પ્રભાત ચાર ઘડી રહે પાછલી રાત.”
અંગ્રેજીમાં કહેવત....
Early to bed and early to rise is the way to be healthy, wealthy and wise. - આજના વૈજ્ઞાનિકોએ સિધ્ધ કર્યું છે કે જે માણસ રોજે રોજ સૂર્યોદય પછી ઉઠે છે તેની મગજ શક્તિ નબળી પડે છે, વધારે ઉંઘ લેવી શરીર અને મનને હાનિકારક છે. એમ કેલિફોર્નિયાના રિસર્ચ ડૉકટરોએ સાબિત કર્યું છે. જુવાન માણસે ૬ કલાકથી વધારે સૂવું નહીં. બાળકોએ - ૮,વૃધ્ધોએ - ૪ - ૨ કલાક આ વાત આજના વૈજ્ઞાનિકોએ હમણા સિધ્ધ કરી છે, પણ ભગવાન મહાવીર સ્વામીએ ૨૫૫૮ વર્ષ પહેલા આ વાત કહી હતી કે ૬ કલાકથી વધારે ઉંઘવું ન જોઈએ, એટલે આશરે ૧૦.00 વાગ્યે સૂવાનું થાય તો ૪.૦૦ વાગે જાગી
શકાય. કહેવત છે આહાર અને ઉંઘ જેમ વધારો તેમ વધે અને જેમ ઘટાડો તેમ ઘટે. પથારીમાં બેસી આંખો બંધ રાખી અંજલી બધ્ધ પ્રણામ કરી પછી ૮ નવકાર ગણવા. સૂતાં સાત, ઉઠતાં આઠ. શા માટે ? આઠ કર્મોને કારણે જ સંસારની અંદર પરિભ્રમણ છે માટે એ આઠ કર્મોનો નાશ કરવા ૮ નવકાર પછી અંજલીને ખોલી હાથમાં સિદ્ધશિલા અને એની ઉપર બિરાજમાન ૨૪ તીર્થકર અને અનંત સિધ્ધોનાં દર્શન ભાવથી કરવા. ૨૪ ભગવાનના નામ પણ લઈ શકાય. વૈદિક આદિ દર્શનોમાં પણ કહેવાયું છે કે,
કરાગ્રે વસતિ લક્ષ્મી, કર મધ્યે ચ સરસ્વતી.
સવારે ઉઠીને સહુ પ્રથમ પોતાના હાથના અગ્રભાગના દર્શન કરનાર ને લક્ષ્મી મળે છે અને મધ્યભાગના દર્શન કરનારને સરસ્વતી વિદ્યાની પ્રાપ્તી થાય છે. ‘એક પંથ બે કાજ' લાભ પણ થાય અને મોક્ષનું લક્ષ્ય પણ મનમાં રહે માટે આપણા પૂર્વજો આવી રીતે સવારે હાથ જોતા, સિધ્ધશીલાના દર્શન કરવા.
(૧૮૮)