________________
પ્રસ્તાવના
|
આ ચોપડીની રૂપરેખા તો બની ગઇ પણ એ બનાવવા માટે પણ સહાયક તત્વોને કેમ કરીને ભૂલી જવાય... મારા પરોપકારી ગુરૂ મહારાજ જેમની હમણાં જ પ.પૂ. તપાગચ્છાધિપતિ ગુરૂદેવશ્રીએ આચાર્ય પદારૂઢ કર્યા છે એવા પ.પૂ. આચાર્યશ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. જે જૈન જ્યોતિષ તત્વના ઉંડા અભ્યાસી છે. પ્રતિષ્ઠા, દીક્ષા, શીલાન્યાસ, ખાતૂમુહૂર્તો આદિ પ્રસંગો માટે ઉત્તમમાં ઉત્તમ શ્રેષ્ઠ મુહૂર્ત આપવું એ એમની એક આગવી વિશેષતા છે. સુક્ષ્મ અવલોકન કરીને Perfection મેળવવું એ એક એમનું મોટામાં મોટું સિદ્ધગુણ છે. જે થોડે અંશે એમના અંતેવાસિન્ (શિષ્ય) તરીકે મને પણ મળ્યું છે. જેની ફલસ્વરૂપ આ ચોપડી છે.
એમની પૂરી મહેર નજર મારા ઉપર છે. કોઇ પણ ચોપડી વાંચીને વિશેષ કંઇ મળે કે તુરંત મને બોલાવીને Note Down કરવા કહે. Short Foot notes બનાવવાનું કહે. આ રીતે સંગ્રહ બનતો ગયો છે. Collection થતું ગયું છે. જેમાં મારા લઘુગુરૂબંધુ પૂ.બાલમુનિશ્રી હેમદર્શન વિજયજી મ.સા. પણ પોતાનો સ્વાધ્યાય કરતાં કરતાં વિશેષ સમય ફાળવીને પણ મને આ ચોપડી છપાવવામાં વિશેષ રૂપથી સહાયતા આપી છે. બીજા
સહવર્તી સાધુઓ પણ ઘણી રીતે સહાયક બન્યા છે. મહેસાણાવાળા ડૉ. નેહાબેન અને વાલકેશ્વરવાળા સ્નેહાબેન શરૂઆતના મેટરમાં દ્રવ્યરૂપી પ્રોત્સાહન આપેલ છે.
પ્રકાશક - શ્રી બાબુ અમીચંદ પન્નાલાલ જૈન ટ્રસ્ટના ઉપક્રમે લોગસ્સ તપની આરાધના થઇ છે. દાદા શત્રુંજયના આદિનાથ સાક્ષાત્ અહિં બીરાજે છે. !!! કેવી રીતે ? જુઓ - મૂળનાયક આપણા આદિશ્વર દાદા... સુપાર્શ્વનાથ દેરાસર - તળેટી, ચંદનબાલા નવટુંક અને શ્રીપાલનગર ઘેટી પાગ.... હવે ૯૯ યાત્રા કરવાનો ભાવ થાય છે ખરો... હમણાં જ અહીનાં આદિનાથ દાદા ૧૦૦ વરસના થયા છે. શતાબ્દિ વર્ષ નિમિત્તે બહુ જ સરસ જિનેન્દ્ર ભક્તિ મહોત્સવની ઉજવણી થઇ. આ દેરાસર તીર્થ સ્વરૂપ ‘તીર્થ’’ ની ગણનામાં આવી ગયુ એ આપણા માટે અતિ આનંદની વાત છે. પદ્માવતી માતા તો ચમત્કારી છે જ. આ ચમત્કારી ભક્તિદેવી માં પદ્માવતી ઉપરવાળા શામળીયા (જાણે સમેતશિખર) પાર્શ્વનાથની ભક્તિ કરે છે. સાથે સાથે મૂળનાયક દાદા આદિનાથની પણ ભક્તિ કરે છે... અને દેરાસરમાં બિરાજમાન આખી ચોવીશીની પણ ભક્તિ કરે છે...
|
લોગસ્સ તપ નિમિત્તે જાણે આખી ચોવીશી અહિંના દેરાસરમાં છે પણ કયા ભગવાન ક્યાં છે તે થોડું ગોતવું પડે. આમેય