SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ આ રીતે રહસ્યો ખુલે તો પરમતત્વોની અસીમકૃપા પણ આપણા ઉપર ઉતરે. વર્તમાન ચોવીશીમાં તો ઘણી ઘણી વિશેષતાઓ ભરેલી છે. સંભવનાથદાદાની પૂર્વભવની સાધર્મિક ભક્તિ લો... કે મુનિસુવ્રત સ્વામીજીની અશ્વપ્રતિબોધ માટે લાંબા વિહારની વાત લો... તો વળી મલ્લીનાથ ભગવાન સ્ત્રી તીર્થકર... તો વળી નેમીનાથ ભગવાનની જીવદયા કેટલી મહાન... આ ચોવીશીની એક ખૂબી એ છે કે એક અર્ધકાલચક્રમાં ૬૩ શલાકા પુરૂષ થાય અને જીવો પણ ૬૩ હોય. પણ આ વખતે તો મહાવીર ભગવાન પૂર્વભવે વાસુદેવ હતા અને શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ ત્રણે ચક્રવર્તી પણ હતા એટલે જીવાત્માની દ્રષ્ટિથી ૬૩ - ૪ - પ૯ જ થાય. - આ બધા તીર્થકરોમાં આપણે ઓતપ્રોત બની જઇએ અને એમના જીવનકાલમાં ઉંડા ઉતરીયે તો આપણાં અંદર પણ અધ્યાત્મરસની છોળો ઉછળ્યા વગર નહીં રહે... સુપાર્શ્વનાથ ભગવાનના એક સ્તવનમાં આનંદધનજી મહારાજે તીર્થકર પરમાત્માની આખી નામ ગુણાવલી બતાવી દીધી. તો કુંથુનાથ ભગવાને જે પ્રથમદેશનાં “મનઃશુદ્ધિ’ ઉપર આપી એના માટે આનંદધનજી મહારાજે specially “મનડું કિમહી ન બાજે હો કુંથુજિન” સ્તવનની રચના કરી દીધી.. કોક વળી સ્તવન ચોવીશી બનાવે ત્યારે ઉતરતો ક્રમ લે છે એટલે કે પહેલાં જ પૂર્ણતા.. અને છેલ્લે ભક્તિ.... તો કોક વળી ભક્ત હૃદય ચોવીશી બનાવવા માટે ચઢતા ક્રમથી શરૂઆત એમ કરે - ઋષભ જિનેશ્વરી પ્રીતમ માહરો ઓર ન ચાહું રે કંત... આપણા આ વર્તમાન ચોવીશીની એવી એવી ખુબીઓ છે. In short ૨૪ ભગવાનની આરાધના યાને કે સંપૂર્ણ ભકિતવાદ... ભક્તિમાર્ગ.. Divine Path પૂ. મહોપાધ્યાયજી મહારાજ એટલે જ કહીને ગયા છે કે “મુક્તિથી અધિક તુ જ ભક્તિ મુજ મન વસી” બસ... ભક્તિ... પ્રભુ ભક્તિ કરીએ... ચાલો ૨૪ જિનેશ્વરને સાચા ભાવે આરાધીએ... અને કહીએ, પ્રાર્થીએ કે ચઉવીસ પિ જિણવરા તિર્થીયરા મે પસીયંતુ' હે ૨૪ જિનેશ્વર ભગવંતો !!! આપ સહું, મારા ઉપર અમારા ઉપર પ્રસન્ન થાઓ... પ્રસન્ન થાઓ...' લી. - ગુરૂ પ્રેમહેમશિશુ મુનિ ભક્તિરત્ન વિજય
SR No.006095
Book TitleChauvisam Pi Jinvara Titthayara Me Pasiyantu
Original Sutra AuthorN/A
Author108 Parshwanath Bhaktivihar Jain Trust
Publisher108 Parshwanath Bhaktivihar Mahaprasad
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy