________________
પૃથ્વીકાયમાં - ચિંતામણી રત્ન, પારાગ રત્ન વિ... સ્થળે. • અપકાયમાં મહાન તીર્થોદક (તીર્થજલ) રૂપે
તેઉકાયમાં - મંગલ’- કલ્યાણકારી દીપ સ્વરૂપે વાયુકાયાં - મલયાચલ પર્વતના વસંત ઋતુ કાલીન મૃદું
શીતલ, સુગંધિ રૂપે વનસ્પતિકાયમાં - ચંદન, કલ્પવૃક્ષ, પારિજાત, આમ્ર, ચંપક,
અશોક રૂપે અથવા ચિત્રાવેલ, દ્રાક્ષાવેલ રૂપી
પ્રભાવક ઔષધીઓમાં. ' • બેઇન્દ્રિય જીવ - શંખ, શાલિગ્રામ આદિમાં
તેઇન્દ્રિય - ચઉન્દ્રિયમાં પણ તે જ રીતે સમજવું. પંચેન્દ્રિય તિર્યંચ - લક્ષણવંત હાથી - અશ્વ - સિંહ વિ. પંચેન્દ્રિય મનુષ્ય - ઉત્તમકુળ, જાતિ આદિમાં તથા દ્રવ્ય, ક્ષેત્ર,
કાળ ભાવાદિ સંપૂર્ણ સામગ્રીવાળા સ્થાને અંતિમ શરીર - અભૂત રૂપવાળું, અદ્ભૂત ગંધવાળુ, |
રોગરહિત, સ્વેદરહિત અને નિર્મળ હોય છે.
દેવકૃત ૧૯ અતિશય ૧. દાઢી મૂછ અને માથાના વાળ વધે નહીં. ૨. જઘન્યથી ૧ ક્રોડ દેવતા સાથે હોય. ૩. સુવર્ણના નવ કમળ ઉપર ચાલે. ૪. કાંટા પણ ઊંધા થઇ જાય. ૫. વૃક્ષો પણ નમન કરે. ૬. પક્ષીઓ પ્રદક્ષિણા આપે. ૭. પવન પણ અનુકૂળ આપે. ૮. સમગ્ર ઋતુ પણ અનુકુળ હોય. ૯. આકાશમાં દેદિપ્યમાન ધર્મચક્ર ચાલે. ૧૦. આકાશમાં બન્ને બાજુ શ્વેત ચામર વીજાય. ૧૧. આકાશમાં ભગવાનના મસ્તક ઉપર ત્રણ છત્ર હોય. ૧૨. આકાશમાં સ્ફટિકમણિનું સિંહાસન ચાલે. ૧૩. રત્નમય ધર્મધ્વજ ભગવાનની આગળ ચાલે. ૧૪. ત્રણ ગઢ સહિત સમવસરણ દેવતાઓ બનાવે. ૧૫. સુગંધી જળની વૃષ્ટિ કરે. ૧૬. છએ ઋતુના પુષ્પની વૃષ્ટિ કરે. ૧૭. ભગવાનની ઊંચાઈથી ૧૨ ઘણો ઉંચો અશોકવૃક્ષ દેવો બનાવે. ૧૮. પૂર્વદિશા સન્મુખ ભગવાન બેસે, બાકીની ત્રણે દિશામાં દેવો
તેમનું રૂપ વિદુર્વે. ૧૯. દુદુંભી નાદ થાય.
ભગવાનના ૩૪ અતિશય
જન્મથી ૪ અતિશય ૧. તીર્થંકર પરમાત્માનો દેહ વ્યાધિ, પરસેવો અને મેલરહિત હોય. ૨. તીર્થંકર પરમાત્માનો શ્વાસોચ્છવાસ કમળ જેવું સુગંધી હોય. ૩. માંસ અને લોહી ગાયનાં દૂધ જેવા સફેદ હોય. ૪. આહાર નિહાર આંખેથી જોઇ શકાય નહીં.
(૧૪૨)