________________
શ્રી સીમંધરસ્વામીનું ચૈત્યવંદન શ્રી સીમંધર વીતરાગ, ત્રિભુવન તુમે ઉપગારી; શ્રી શ્રેયાંસ પિતા કુળે, બહુ શોભા તુમારી ૧ ધન્ય ધન્ય માતા સત્યકી, જેણે જોયો જયકારી; વૃષભ લંછને વિરાજમાન, વંદે નર નારી ૨ ધનુષ પાંચશે દેહડીએ, સોહીએ સોવન વાન; કીર્તિવિજય ઉવજઝાયનો, વિનય ધરે તુમ ધ્યાન 3 શ્રી સીમંધર સ્વામીનું સ્તવન (રાગ : તુમે મૈત્રી રે સાહિબા)
શ્રી "સીમંધર" જગઘણીજી, રાય "શ્રેયાંસકુમાર"; માતા "સત્યી" નંદોજી, "ક્ષ્મણિ'નો ભરથાર, સુખકારક સ્વામીજી, સુણો મુજ મનની વાત, જપતાં નામ તુમ્હારુંજી, વિકસે સાતે ધાત... સુખ ૧ સ્વજન કુટુંબ છે કારમુંજી, કારમો સહુ સંસાર ; ભવોદધિ પડતાં મહારેજી, તું તારક નિરાધાર... સુખ ર ધન્ય તિહાંના લોકનેજી, જે સેવે તુમ પાય; પ્રહ ઉઠીને વાંદવાજી, મુજ મનડું નિત્ય થાય... કાગળ કાંઈ પહોંચે નહીંજી, કિમ કહું મુજ અદાવત; એકવાર આવો અહીં પ્રભુજી, કરૂં દિલની સવિ વાત... મનડામાં ક્ષણ ક્ષણ રમેજી, તુમ દરિસણના કોડ; વાચક "જસ" કરે વિનતિજી, અહોનિશ બે કર જોડ...
સુખ ૩
સુખ ૪
સુખ ૫
શ્રી સીમંધર સ્વામીની થોયો (૧)
શ્રી સીમંધર જિનવર સુખકર સાહિબ દેવ, અરિહંત સકળની ભાવ ધરી કરું સેવ; સકલાગમપારગ ગણધરભાષિત વાણી, જયવત્તી આણા જ્ઞાનવિમલ ગુણ ખાણી.
૧૩૫
શ્રી સીમંધર સ્વામીની થોયો (૨)
શ્રી સીમંધર સેવિત સુરવર જિનવર જય જયકારીજી, ધનુષ પાંચશે કંચન વરણી, મૂરતિ મોહનગારીજી, વિચરંતા પ્રભુ મહાવિદેહે, ભવિજનને હિતકારીજી, પ્રહ ઉઠી નિત્ય નામ જપીજે, હૃદયકમલમાં ધારીજી; શ્રી સીમંધર સ્વામીના દુહા
અનંત ચોવિશી જિન નમું, સિદ્ધ અનંતી કોડ; કેવળનાણી સ્થવિર સવી, વંદુ બે કર જોડ. બે કોડી કેવળધારા, વિહરમાન જિન વિશ; સહસ કોડી યુગલ નમું, સાધુ નમું નિશદિશ. ચારિત્રે નિર્મળા, તે પંચાનન સિંહ; વિષય કષાયને ગંજીયાં, તે પ્રણમું નિશદિહ. શ્રી સીમંધર સાહિબા, અરજ કરૂ, કર જોડ, જીહાં લગી શશી સૂરજ તપે, વંદના હમારી હોય. રાંક તણી પરે રડવડ્યો, નિધણીયો નિરધાર; શ્રી સીમંધર સાહિબા, તુમવિણ ઈણ સંસાર. મહાવિદેહમાં તુમે વસો, હું વસું ભરત મોઝાર; ઈહાં થકી કરું વંદના, શ્વાસ માંહિ સો વાર. ભરતક્ષેત્રમાં હું રહું, આપ રહો છો વિમુખ; ધ્યાન લોહચુંબક પરે, દષ્ટિ કરૂં સન્મુખ. વૃષભ લંછન ચરણમાં, કંચન વરણી કાય; ચોત્રિશ અતિશય શોભતા, વંદુ સદા તુમ પાય. તું છે મારો સાહિબો, હું છું ત્હારો દાસ; ગુણ અવગુણ સહુ ઉવેખીને, કરુણા કરજો ખાસ. શ્રી બ્રહ્માણી શારદા, સરસ્વતી ધો સુપસાય; સીમંધર જિન વિનવું, સાનિધ્ય કરજો માય.
॥ ૧ ॥
|| ૨ ||
|| ૩ ||
|| ૪ ||
|| 4 ||
||૬ ||
|| ∞ ||
|| ૮ ||
|| ૯ ||
|| ૧૦ ||