________________
શ્રી પાર્શ્વનાથ ભગવાન ની વિશિષ્ટ આરાધના
સંસ્કૃત સ્તુતિ
कमठे धरणेन्द्रे च, स्वोचितं कर्मकुर्वति । प्रभु स्तुल्य मनोवृत्तिः पार्श्वनाथः श्रियऽस्तु वः ॥ અર્થ: કમઠ અને ધરણ્દ્ર, કે જે પોતપોતાને યોગ્ય કર્મ કરતા હતા, તથાપિ તેઓ ઉપર જેમની મનોવૃત્તિ સરખી છે, એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુ તમારી જ્ઞાન લક્ષ્મીને માટે થાઓ.
હિન્દી સ્તુતિ
सूर नाग नागन सेव करते, सोस फल बरसात ही । फूल अलसी तनूज वरणं, भनित जग विख्यात ही । पारसतें तुम अधिक स्वामी, श्री पार्श्वनाथ जिनेश्वरं । सब भाविक जन मिल करो पूजा, जपो नित परमेश्वरं ॥ મરાઠી સ્તુતિ
पारसमणीचा स्पर्श करुनी होते लोखंड सुवर्ण तसे आपल्या वाणीने पावन झाले कर्ण पारसनाथ प्रभुचे आहे एकच चरण शरण पारस भक्ति करता करता तजू जन्म मरण
અંગ્રેજી સ્તુતિ
Kamatha harmed you not the less, Blessed you him with forgiveness, O PARSHWANATH! give me patience Can not move me disturbance.
પ્રસિધ્ધ તીર્થો : શંખેશ્વર, આદિ ૧૦૮ સામાન્ય નામ અર્થ સર્વ પદાર્થોને જ્ઞાન દ્વારા પ્રત્યક્ષપણે
જોયા તેથી. વિશેષ નામ અર્થ : રાત્રે માતાજીએ શય્યા પાસેથી સર્પ જતો જોયો તેથી,
૧૨૨
ગુજરાતી સ્તુતિ
ધૂણીમાં બળતો દયાનિધિ તમે, જ્ઞાને કરી સર્પને, જાણી સર્વ જનો સમક્ષ ક્ષણમાં, આપી મહામંત્રને; કીધો શ્રી ધરણેદ્ર ને ભવ થકી, તાર્યા ઘણા ભવ્યને, આપો પાર્શ્વ જિનેન્દ્ર નાશ-રહિતા, સેવા તમારી મને,
ગુજરાતી છંદ
સમ્મેત શૈલ શિખરે પ્રભુ પાર્શ્વ સોહે, શંખેશ્વરા, અમીઝરા કલિકુંડ મોહે, શ્રીઅશ્વસેન કુલદીપક માત વામા, નિશ્ચે અચિત્ત્વ મહિમા પ્રભુ પાર્શ્વનામા.
પ્રાર્થના
વામાનંદન પાર્શ્વ પ્રભુજી! ત્રેવીસમા તીર્થંકર છો, રોમે રોમે રટણા તમારી, શંખેશ્વર શુભંકર છો. સુમિરનથી સુખ મળતા સહુને, દર્શનથી દુઃખ જાયે દૂર, પૂજા કરીએ પ્રભુ તમારી, પવિત્રતા દેજો ભરપૂર ! ચૈત્યવંદન તોડે આશ પૂરે પ્રભુ પાસજી, પાસ વામા માતા જનમીયા અહિ લંછન જાસ || ૧ || અશ્વસેન સુત સુખકરુ નવ હાથની કાચા કાશી દેશ વાણારસી પુણ્યે પ્રભુ આયા એક સો વરસનું આઉખું એ, પાલી પાર્શ્વકુમાર પદ્મ કહે મુગતે ગયા, નમતાં સુખ નિરધાર || ૩ ||
ભવ
|| ૨ ||