________________
શ્રી અરનાથ જિનેન્દ્ર - ચેત્યવન્દનમ
| (રામગિરિરાગેણ ગીયતે) દિવ્યગુણધારકં ભવ્યજનતારકે, દુરિતમતિવારકં સુકૃતિકાન્તમ્ | જિતવિષમસાયકં સર્વસુખદાયકં, જગતિ જિનનાયકં પરમશાન્તમ્ | ૧ || સ્વગુણપર્યાયસંમીલિત નૌમિ તે, વિગતપરભાવપરિણતિમખડુમ્ | સર્વસંયોગવિસ્તારપારંગત, પ્રાપ્તપરમાત્મરુપ પ્રચન્ડમ્ II ૨ | સાધુદર્શનવૃતં ભાવિકૈ: પ્રસ્તુત, પ્રાતિહાયષ્ટિકોભાસમાનમ્ | સતતમુક્તિપ્રદે સર્વદા પૂજિત, શિવમહીસાર્વભૌમપ્રધાનમ્ || 3 ||
શ્રી અરનાથ ભગવાનનું સ્તવન
થોય અર જિનવર રાયા, જેહની દેવી માયા, સુદર્શન નૃપ તાયા, જાસ સુવર્ણ કાયા, નંદાવર્ત પાયા, દેશના શુદ્ધ દાયા, સમવસરણ વિચાયા, ઇંદ્ર ઇંદ્રાણી ગાથા.
સંવેદના સુદર્શન રાજાના પુત્ર અને દેવી માતારૂપ શરદલક્ષ્મીમાં કુમુદ સમાન એવા હે અરનાથ ! તમે મને સંસાર તરવારૂપ વૈભવ આપો.
સમેતશિખર ટુંકનો દુહો નાટિક ગિરિ ટુંક અરપ્રભુ, સમેતશિખર તીર્થ સાર; સિદ્ધા મુનિ ક્રોડો અહીં, નમું પૂછું અનંતી વાર.
જાપ : ૐ હ્રીં શ્રીં અહં અરનાથાય નમ: II જાપ ફળ : સર્વત્ર વિજય થાય.
ભગવાન ૩ ભવ (૧) ધનમતિ (સમકિતની પ્રાપ્તિ) (તીર્થકર નામ કમ ગોત્ર ઉપાર્જન)
(૨) નવમી વેચક (૩) અરનાથ ભગવાના
અરનાથ હું સદા મોરી વંદના, જગનાથ કું સદા મોરી વંદના જગ ઉપકારી ધન ન્ય વરસે, વાણી શીતલ ચંદના રે || ૧ || રૂપે રંભા રાણી શ્રી દેવી, ભૂપ સુદર્શન નંદના રે || ૨ ભાવ ભક્તિ શું અહનિશિ સેવે, દુરિત હરે ભવ ફંદના રે || 3 || છ ખંડ સાધી દ્વિધા કીધી, દુર્જય શત્રુ નિકંદના રે | ૪ | ન્યાયસાગર પ્રભુ સેવા મેવા, માગે પરમાનંદના રે | ૫ II
| (૨) (રાગ - યશોદા કે નંદલાલા) ભજ ભજ રે મન અર ચરણે.... ભવજલ પતિત ઉદ્ધારન ભવિકો, તરણિ ક્યું તારણ તરણ ૧ નમિત અમર ગણ શિર મુગુટ મણિ, તાંકી ધુતિ અધિકી ધરણે ૨ વિપદ વિદારક સંપત્તિ કારક, પૂરવ સંચિત અઘ હરણ ૩ ઈતિ અનિતિ ઉદંગલ વારડ, નિત નવ નવ મંગલ કરણે ૪ ગુણવિલાસ સુર કિન્નર વંદિત, ભીત જનાં અશરણ શરણં ૫
શ્રી અરનાથ ભગવાન પંચકલ્યાણક આરાધના ૧, ચ્યવન કલ્યાણક તિથિ - ફાગણ સુદ ૨ જાપ - ૐ હ્રીં અરનાથાય પરમેષ્ઠિને નમઃ ૨, જન્મ કલ્યાણક તિથિ - માગસર સુદ ૧૦ જાપ - ૐ હૌં અરનાથાય અહત નમઃ ૩. દિક્ષા કલ્યાણક તિથિ - માગસર સુદ ૧૧ જાપ - ૐ હૈ અરનાથાય નાથાય નમઃ ૪, કેવલજ્ઞાન કલ્યાણક તિથિ - કારતક સુદ ૧૨ જાપ - ૐ હ્રીં અરનાથાય સર્વજ્ઞાય નમઃ ૫. મોક્ષ કલ્યાણક તિથિ - માગસર સુદ ૧૦ જાપ - ૐ હ્રીં અરનાથાય પારંગતાય નમ:
(૯૮)