________________
શ્રી ધર્મનાથ ભગવાનનું સ્તવન
સંવેદના સુવ્રતાદેવીરૂપ ઉદયાચળની તટીમાં સૂર્યરૂપ અને ભાનુ રાજાના પુત્ર એવા હે ધર્મનાથ પ્રભુ! તમે
ધર્મને વિષે મારી બુદ્ધિ સ્થાપન કરો.
સમેતશિખર ટુંકનો દુહો દત્ત ગિરિ ટુંક ધર્મનાથ, સમેતશિખર તીર્થ સાર; સિદ્ધા મુનિ ક્રોડો અહીં, નમું પૂછું અનંતી વાર,
ધર્મ જિનેશ્વર તું કીમ વિસરો, ધર્મદાયક જિનરાજ, દર્શન અવિચલ જો તાહરૂં મળે, નાયક તું સિરતાજ, ધન ધન તો દિન દરિસન પામીયો. ધન ૧. વસ્તુ છતાં કેમ સેવક દુભવી દાતા કીમ કહાયઃ સમકિત રત્ના ઈચ્છું હું એકીલું, દેતાં ન ખોટ જરાય ધન ૨. છો તુમ સ્વામી હું દીન કિંકરો, સેવ્ય સેવકનો રે ભાવ: માતા પિતા પાસે પુત્ર સવિ કહે, તેણે તુમ કને મુજ રાવ ધન ૩. દર્શન ક્ષાયિક જો પામું કદિ, પામીશ વળી તુજ રૂપઃ પછી તાચનો ડોળ કરે રખે, ક્યાં તારક તું અનુપ ધન ૪ જ્ઞાન પાસે શું બહું બોલવું, મારે શરણ તું એક વિજય મોહન ગુરૂ પરતાપ પામતાં, વરીશું શિવ વધુ છેક ધન ૫
જાપ : હ્રીં શ્રીં અહ ધર્મનાથાય નમઃ ||
જાપ ફળ : ધર્મ ભાવના વધે.
ભગવાન ૩ ભવ (૧) દઢરથ રાજ (સમકિતની પ્રાપ્તિ) (તીર્થકર નામ કમ ગોત્ર ઉપાર્જન)
(૨) વિજય દેવ (૩) ધર્મનાથ ભગવાન
શ્રી ધર્મનાથ ભગવાનની પંચકલ્યાણક આરાધના
થોય ધરમ ધરમ ધોરી, કર્મના પાસ તોરી, કેવલ શ્રી જોરી, જે ચોરે ન ચોરીઃ દર્શન મદ છોરી, જાય ભાગ્યા સટોરી, નમે સુરનર કોરી, તે વરે સિદ્ધિ ગોરી
૧. ચ્યવન કલ્યાણક તિથિ - વૈશાખ સુદ 9 જાપ - ૐ હ્રીં ધર્મનાવાય પરમેષ્ઠિને નમઃ ૨. જન્મ કલ્યાણક તિથિ - મહા સુદ ૩ જાપ - છે હી ધમનાથાય અહંતે નમ: ૩. દિક્ષા કલ્યાણક તિથિ - મહા સુદ ૧૩ જાપ - ૐ હ્રીં ધર્મનાથાય નાથાય નમ: ૪. કેવલજ્ઞાન કલ્યાણક તિથિ - પોષ સુદ ૧૫ જાપ - ૐ હ્રીં ધર્મનાવાય સર્વજ્ઞાય નમઃ ૫. મોક્ષ કલ્યાણક તિથિ - જેઠ સુદ ૫ જાપ - ૐ હ્રીં ધર્મનાવાય પારંગતાય નમઃ
( ૮૩