________________
૧૦
રત્નત્રયી ઉપાસના
માટે બાર વ્રતોમાં પ્રથમ વ્રત શ્રી પ્રાણાતિપાત વિરમણ વ્રત બતાવ્યું છે. શ્રમણ જીવનના પાંચ મહાવ્રતમાં પ્રથમ મહાવ્રત પાણાતિપાત વિરમણ મહાવ્રત છે. શ્રી દશવૈકાલિક સૂત્રમાં પૂ.આ.શ્રી શય્યભવ સૂરિ મહારાજાએ અહિંસા-સંયમ-તપ રૂપ ધર્મ કહ્યો છે. આમાં પણ પ્રથમ અહિંસા બતાવી છે, વળી પાપ સ્થાનકોમાં પહેલું પાપસ્થાનક પ્રાણાતિપાત (હિંસા) નું જ બતાવ્યું છે, તે પણ એજ સૂચવે છે કે હિંસાનો ત્યાગ કરી અહિંસા અપનાવો.
જયણા ધર્મ એ જ સાધનાનું મુખ્ય અંગ છે. નાનામાં નાની ક્રિયા પણ જયણાધર્મથી યુક્ત છે. કોઈપણ ક્રિયાની શરૂઆત આ સૂત્રથી થાય છે.
સામાયિક સાધના કરતાં પણ આ જયણા ધર્મ પુષ્ટ કરવા આ સૂત્ર બોલાય છે. ચાલુ ક્રિયામાંથી ઉઠ્યા બાદ પાછા ભળવા માટે પણ આ સૂત્ર બોલાય છે.
કુલ ૫૬૩ જીવભેદોમાંથી કોણ પણ જીવની વિરાધના (હિંસા) થઈ હોય તો તેનો મિચ્છામિ દુક્કડં શ્રી ઈરિયાવહિયા સૂત્રથી આપવાનો છે. આ સૂત્ર દ્વારા ૧૮,૨૪,૧૨૦ ભેદે કરીને મિચ્છામિ દુક્કડં આપવાનો છે. કર્મમેલ દૂર કરી આત્મવસ્ત્ર છે તેને સાફ કરે તે ઈરિયાવહિયા સૂત્ર મન-વચન-કાયાના યોગરૂપ વસ્ત્રને શુદ્ધ કરે તે ઈરિયાવહિયા સૂત્ર. યોગવસ્ત્રની શુદ્ધિ વિના આત્મશુદ્ધિ અશક્ય છે. આ સૂત્ર દ્વારા સવિશેષ પરયા ચિંતવાય છે, તેમજ મિચ્છામિ દુક્કડં ના ભાવથી સમસ્ત જીવરાશિ સાથે મૈત્રી ભાવ સર્જાય છે. ઈરિયાવહિયાનું આ ફળને શ્રી ઈરિયાવહિયા સૂત્રના ૧૮,૨૪,૧૨૦ ભાંગા જીવના કુલ ૫૬૩ ભેદ :- દેવના ૧૯૮, મનુષ્યના ૩૦૩, તિર્યંચના ૪૮, નરકના ૧૪ (એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય,
મૂર્ખ પોતાને બુદ્ધિમાન સમજે છે જ્યારે બુદ્ધિમાન પોતાને મૂર્ખ સમજે છે.