________________
સામાયિક સૂત્ર રહસ્ય પ્રશ્નોત્તરી :
૭૦૭
આયુષ્ય, નામ, ગોત્ર, અંતરાય ૮ કર્મ) નાશ કરી આઠ મહાગુણની પ્રાપ્તિ કરવા માટે તેમજ સિદ્ધ સ્વરૂપી બનવા માટે ૪૮ મિનિટ બતાવી છે. વળી ૪૮ = ૪ x ૮ = ૩૨ મનના ૧૦ દોષ + વચનના ૧૦ દોષ + કાયાના ૧૨ દોષ= ૩ર દોષોનો ત્યાગ કરવા રૂપ વિશુદ્ધિવાળું સામાયિક કરવાનું
જણાવવા ૪૮ મિનિટ રાખી છે. પ્રશ્ન ૩ સામાયિક ધર્મને વધારે મહત્વ શામાટે આપો છો? જ-૩. પરમાત્માએ પાંચ પ્રકારના ચારિત્ર બતાવ્યા છે, તેમાં પહેલું
ચારિત્ર સામાયિક બતાવ્યું છે, શ્રાવકના ૧૨ વ્રતોના વિભાગમાં ચાર શિક્ષાવ્રત બતાવ્યા છે, તેમાં પહેલું સામાયિક શિક્ષાવ્રત છે, પ્રતિદિન ફરજીયાત શ્રીસંઘે છ આવશ્યક કરવાના બતાવ્યા છે, તેમાં પહેલું આવશ્યક સામાયિક છે, શ્રેણિક મહારાજાને તેની પોતાની નરકગતિ નિવારવાના ઉપાયરૂપે પ્રભુ મહાવીરે સામાયિક બતાવી હતી. (પુણિયા શ્રાવકના સામાયિકનું ફળ લાવવાનું કહ્યું સામાયિક (સમતા)ની સાધના વગર કોઈનો
ય પણ મોક્ષ થયો નથી. પ્રશ્ન ૪ સામાયિક સાધના વખતે ગુરુનિશ્રા શામાટે આવશ્યક છે? જ-૪. ગુરુ ભગવંતની ગેરહાજરીથી સાધના સાધ્યરૂપ બનતી નથી,
જિનશાસનનો પ્રવેશ દ્વાર વિનય છે, વિનયથી જ આત્મા વીતરાગ બની શકે છે, આત્માના ગુણોની પ્રાપ્તિ માટે વિનય ઉત્તમ માર્ગ છે, વિનય એ સમક્તિનો પ્રાણ છે, ગુરુ ભગવંતનો ઉત્કૃષ્ટ વિનય કરવાથી જ આરાધના અર્થકારી બની શકે છે. ગુરુદેવની અનન્ય કૃપા અને આશીર્વાદ, પ્રેરણા અને માર્ગદર્શન એ સાધકને માટે ઉત્તમ બળ છે. આ બળના સહારે જ આત્મ સ્વરની પ્રાપ્તિ કરી ભવસાગર તરી જાય છે, માટે.
ક
ઈન્વરને કોઈ માણસ વહાલો નથી ને કોઈ અળખામણો નથી.