________________
શ્રી ગૌતમસ્વામીનો વિલાપ
પ્રશ્ન ૪૮. હે ત્રણ જગતના આધાર કરુણાસિન્ધુ ભગવંત ! ક્યા કારણથી જીવ સંસારસમુદ્રને તરીને મોક્ષ નગરીમાં પહોંચે છે ? જવાબ : હે ગૌતમ ! જે પુરુષ નિર્મળ જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણવાળો હોય તે સંસાર સમુદ્રને તરીને થોડા જ વખતમાં મોક્ષે જાય છે .
અનંત લબ્ધિ ભંડાર શ્રીગૌતમસ્વામીજીએ જે કાંઈ પુણ્યપાપનાં ફળ પૂછ્યાં તે સર્વ પ્રશ્નોના શ્રીમહાવીર પરમાત્માએ જવાબો ફરમાવ્યા છે;
હે ભવ્ય જીવો ! તમે પણ ભગવાને ફરમાવેલ ઉત્તરોને ધર્મઅધર્મનાં ફળને પ્રગટપણે જોઈ વિચારી ધ્યાનમાં લઈ હંમેશાં જીવનમાં ધર્મને આદરો-આદરજો, અધર્મને પરિહરજો.
મેળવવા જેવા મોક્ષની તાલાવેલી કેળવો !
લેવા જેવા સંયમની સદાય ઝંખના રાખો ! સંયમ પ્રાપ્ત થયા બાદ અપ્રમત બનો.
છોડવા જેવા સંસારમાં મન ન પરોવો ! સમ્યગ્દર્શન – જ્ઞાન અને ચારિત્રરૂપ રત્નત્રયીના આરાધકનું સદા કલ્યાણ થાય છે, એટલું જ નહિ, પણ તે મહાન આત્મા બીજા અનેક આત્માઓને કલ્યાણકારી તે માર્ગમાં જોડીને નિજ જીવનને સાર્થક કરે છે.
“જીવનની સાર્થકતા મુક્તિદાયક ધર્મની આરાધનામાં જ છે.”
એ સૂત્ર આપણું જીવનસૂત્ર બનો !
新事
૭૦૫
bd
દર્શન આંખથી થાય, સાક્ષાત્કાર અંતરથી થાય.