________________
૭૦૪
રત્નત્રયી ઉપાસના
પ્રશ્ન ૪૪. હે કૃપાસાગર ભગવંત! ક્યા કર્મથી જીવ વેદનાથી મુક્તસુખી થાય છે ? જવાબ: હે ગૌતમ ! જે પુરુષ બીજા પુરુષો વડે દુઃખમાં સપડાયેલા એટલે બેડીમાં અથવા બંધાયેલા જીવોને બંધનમાંથી અથવા મરણમાંથી મુકાવે છે, વળી જે દયાળુ હોય છે, તે જીવને કદાપિ અશુભ વેદના થતી નથી. પ્રશ્ન ૪૫. હે દીનબંધુ ભગવંત! જીવ ક્યા કર્મને લીધે પંચેન્દ્રિય હોય છતાં એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય ? જવાબ : હે ગૌતમ ! જ્યારે જીવને મોહનીય કર્મનો તીવ્ર ઉદય થાય છે, વળી તે જ્ઞાનમાં સમજતો નથી. મહાભયથી વ્યાકુળ થાય છે, જેને સાતા વેદનીય કર્મ થોડું હોય છે અને જે કુટુંબ ઉપર બહુ જ મૂછ રાખે છે, તે જીવ મરીને એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે અને ઘણો કાળ સંસારમાં ભમે છે.
પ્રશ્ન ૪૬. હે દયાળુ ભગવદ્ ! ક્યા કર્મથી જીવને સંસાર સ્થિર થાય છે? ' જવાબ: હે ગૌતમ ! જે નાસ્તિકવાદી-જીવ એવું માને અને એવું કહે કે ધર્મ નથી, જીવ પણ નથી અને કોઈ સાચા ગુરુ પણ નથી. તેવા નાસ્તિકવાદી પુરુષને ઘણો સંસાર વૃદ્ધિ પામે છે. તે મોક્ષને મેળવતો નથી.
પ્રશ્ન ૪૭. હે પરમકૃપાળુ ભગવન્! જીવ ક્યા કર્મથી અલ્પસંસારીતેનો સંસાર સંક્ષિપ્ત થાય છે ? જવાબ: હે ગૌતમ ! જગતની અંદર ધર્મ છે, અધર્મ પણ છે, સર્વજ્ઞા પરમાત્મા છે, તથા ત્રષિ-મુનિઓ પણ છે. આ પ્રમાણે જે શ્રદ્ધાપૂર્વક માને છે, તે જીવ અલ્પસંસારી થાય છે અને તે જીવ થોડા જ વખતમાં સર્વ કર્મ ખપાવી મોક્ષમાં જાય છે.
મ
કવાણા
૨
૩ કડવા
જાવ
નt. "
સ્વાશ્રય અને સંયમ એ બન્ને ચારિત્ર્યના ફેફસાં છે.