________________
૬૯૮
રત્નત્રયી ઉપાસના
જવાબ: હે ગૌતમ ! જે જીવ બીજા જીવોને કહે તમે જીવોને મારો, માંસ-મદિરાનું ભક્ષણ કરે, ભણવાથી શો લાભ થવાનો છે? ધર્મ કરવાથી શું થવાનું ? આવાં વચનો બોલતો અને ચિંતવતો જીવ મરીને મૂક, મૂર્ણ થાય છે. પ્રશ્ન ૧૮. હે દયાસાગર ! જીવ ધીર શાથી થાય છે ? જવાબ: હે ગૌતમ! જે જીવ કોઈ પણ જીવોને ત્રાસ આપતો નથી, અને બીજાની પાસે ત્રાસ અપાવતો નથી, જે બીજા જીવોની પીડાને વર્જે છે, મનુષ્યસેવા અને પરોપકાર કરે છે, તે પુરુષ સાહસિક શૈર્યવંત-“ધીર’ થાય છે. પ્રશ્ન ૧૯. હે ભગવાન ! ક્યા કર્મથી જીવ બીકણ થાય છે ? જવાબઃ જે પુરુષ કૂતરાં, તેતર વગેરેનાં બચ્ચાંઓને તથા ભંડ, હરણ વગેરે જીવોને પાંજરામાં પૂરી રાખે, સર્વ જીવોને દુઃખ આપે, તે પુરુષ મરીને હંમેશાં “બીકણ થાય છે. પ્રશ્ન ૨૦. હે દયાસમુદ્ર ! ક્યા કર્મને લીધે મનુષ્ય-જીવની ભણેલી વિદ્યા નિષ્ફળ થાય છે ? જવાબઃ હે ગૌતમ ! જે પુરુષ કપટયુક્ત વિનય વડે ગુરુની પાસેથી વિદ્યા અથવા વિજ્ઞાન ગ્રહણ કરે છે, પછી ગુરુની અવજ્ઞા કરે છે, ગુરુનો અપલાપ કરે છે-ગુરુના નામને છુપાવે છે, તેની વિદ્યા નિષ્ફળ થાય છે. પ્રશ્ન ૨૧. હે કૃપાવંત ! જીવને ભણેલી વિદ્યા સફળ શાથી થાય તે જણાવશો ? જવાબ : જે પુરુષ ગુરુનું બહુમાન કરે છે, ગુરુનો વિનય કરે છે, ગુણવાળો હોય છે, તેને ગ્રહણ કરેલી વિદ્યા લોકમાં સફળ થાય છે. જેવી રીતે મહારાજા શ્રેણિકે વિનયપૂર્વક ગ્રહણ કરેલી આકર્ષિણી વિદ્યા સફળ થઈ.
સમ્યગ્દર્શનારત્ન અપૂર્વ કલ્યાણકારી છે, સર્વ કલ્યાણનું મૂળ છે.