________________
SEY
રત્નત્રયી ઉપાસના
ગોતમ પૃચ્છા પ્રશ્ન ૧. હે કરુણાસાગર ! ક્યા કર્મના લીધે જીવ નરકે જાય છે ? જવાબઃ જે જીવ હિંસા કરે છે, જૂઠું બોલે છે, ચોરી કરે છે, પરસ્ત્રીનું સેવન કરે છે, ઘણા પ્રકારના પાપ પરિગ્રહમાં આસક્ત હોય છે, એ રીતે પાંચ અણુવ્રતને વિરાધે છે. તેમ જ અતિ ક્રોધી, અભિમાની, ધૃષ્ટ, માયાવી, રૌદ્ર સ્વભાવી, પાપી, ચાડી ખાનાર, અતિ લોભી, સાધુની નિંદા કરનાર, અધર્મી, અસંબદ્ધ વચન બોલનાર, દુષ્ટ બુદ્ધિવાળો, કૃતઘ્ન હોય તે જીવ અત્યંત દુઃખ અને શોક પામીને નરકમાં જાય છે.
પ્રશ્ન ૨. હે ક્ષમાસાગર ! આ જ જીવ સ્વર્ગલોકમાં ક્યા કારણોથી જાય છે ? જવાબ: હે ગૌતમ! જે જીવ તપમાં, સંયમ-ચારિત્રમાં અને દાનમાં - રૂચિવાળો હોય, જે સ્વભાવથી ભદ્ર-સરળ પરિણામી, દયાવંત હોય તથા ગુરુવચનમાં શ્રદ્ધાવાળો હોય, જ્ઞાન, દર્શન અને ચારિત્રનો આરાધક હોય તે જીવ મૃત્યુ પામીને હંમેશાં દેવલોકમાં ઉત્પન્ન થાય
છે.
પ્રશ્ન ૩. હે દયાસાગર ! જીવ મરીને તિર્યચપણે શાથી ઉત્પન્ન થાય છે? જવાબ : હે ગૌતમ ! જે માણસ પોતાના સ્વાર્થ માટે મિત્રને સેવે, પોતાનું કાર્ય સર્યા પછી મિત્રનો ત્યાગ કરે. મિત્રને દુઃખમાં નાખે અને મિત્રનું અશુભ બોલે, પોતાની ગુપ્ત વાત મિત્રને જણાવે નહિ, જે નિદર્ય હોય, માયાવી હોય તે જીવ મરીને તિર્યચપણે પશુપણે ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન ૪. હે ભગવાન! ક્યા કારણથી જીવ મરીને ફરીવાર મનુષ્ય થાય?
તત્ત્વના આદરમાં સિદ્ધગતિ છે ને તત્ત્વના અનાદરમાં નિગોદગતિ છે.