________________
રત્નત્રયી ઉપાસના
શ્રી ગૌતમસ્વામીનો વિલાપ છે
(રાગ : એક પ્યારકા નગમાં)
વીર વહેલા આવો રે, ગૌતમ કહીને બોલાવો રે; દરિસણ વહેલા દીજીએ હો જી. પ્રભુ તું નિઃસ્નેહિ, હું સસનેહી અજાણ હે વીર. વીર. ૧
| (સાખી) , ગૌતમ ભણે હો નાથ તે, વિશ્વાસ આપી છેતયોં, પરગામ મુજને મોકલી, તું મુક્તિરમણીને વર્યો. હે પ્રભુજી ! તારા, ગુપ્ત ભેદોથી અજાણ રે વીર. ૨
(સાખી) શિવનગર થયું શું સાંકડું કે, હતી નહિ મુજ યોગ્યતા, જે કહ્યું હોત તો મુજને, શું કોઈ કોઈને રોતા ? હે પ્રભુજી ! હું, શું માગત ભાગ સુજાણ રે. વીર. ૩
(સાખી) મમ પ્રશ્નનો ઉત્તર દેઈ, ગૌતમ કહી કોણ બોલાવશે, કોણ સાર કરશે સંઘની, શંકા બિચારી ક્યાં જશે, હે પુન્ય કથા કહી, પાવન કરો મમ કાન રે. વીર. ૪
(સાખી) જિન ભાણ અસ્ત તિમિર થતાં, મિથ્યાત્વ સઘળે જાગશે; કુમતિ કૌશિક જાગશે, વળી ચોર યુગલ વધી જશે. હે ત્રિગડે બેસી, દેશના દીઓ જિનભાણ. વીર. ૫
સત્સમાગમે આત્માની ઓળખાણ કરી આત્માનુભવ કરવો.