________________
શ્રી ગૌતમસ્વામીનો રાસ
જ
કલાક 5. કવર ક -
પંચસયા જિણનાહ, સમવસરણે પ્રકારત્રય, પેખવિ કેવલનાણ, ઉપવું ઉજજોય કરે. ૪૨ જાણે જિણવિ પીયૂષ, ગાજતી ઘણ મેઘ જિમ, જિનવાણી નિસુણેવિ, નાણી હુઆ પંચસયા. ૪૩
વસ્તુ છંદ ઈણે અનુક્રમે ઈણે અનુક્રમે નાણસંપન્ન, પન્નારહ સય પરિવરિય હરિય, દુરિય જિણનાહ વંદઈ; જાણેવિ જગગુરુવયણ, તિહ નાણ અમ્માણ નિંદઈ; ચરણ જિણેસર તવ ભણે, ગોયમ મ કરિસ ખેઉ, છેડે જઈ આપણે સહી, હોસું તુલ્લા બેઉ. ૪૪
ઢાળ પ મી (ભાષા) સામિઓ એ વીર નિણંદ, પુનિમચંદ જિમ ઉલ્લસિસ, વિહરિઓ એ ભરહવાસમ્મિ વરસ બહુરૂર સંવસિએ; ઠવતો એ કણય પઉમેસુ, પાયકમળ સંઘહિ સાહિબ, આવિઓ એ નયણાનંદ, નયર પાવાપુરી સુરમહિય. ૪૫ પિખિયો એ ગોયમ સામી, દેવશર્મા પ્રતિબોધ કરે, આપણો એ ત્રિશલાદેવી, નંદન પહોતો પરમપએ; વલતા એ દેવ આકાશ, પેખવિ જાણિય જિણ સમે એ, તો મુનિ એ મન વિખવાદ, નાદ ભેદ જિમ ઉપનો એ. ૪૬ કુણ સમો એ સામિય દેખી, આપ કન્ડે હું ટાલિઓ એ, જાણંતો એ તિહુઅણનાહ, લોકવવહાર ન પાલીઓએ; અતિ ભલું એ કીધલું સામી, જાણીયું કેવળ માગશે એ, ચિંતવ્યું એ બાલક જેમ, અહવા કેડે લાગશે એ.૪૭
દુષ્ટ મનને પુષ્ટ કરવાની રામબાણ દવા આગમના અમૃતનું ચાટણ છે.