________________
૬૪૪
રત્નત્રયી ઉપાસના
રાજકશ્યક
સજજડમડાના હાડકા ર
જકો
ઘેટીનાં પગલે પ્રભુજીનાં વિશાળ કાય પગલાને ભાવથી નમસ્કાર કરીએ છીએ. સ્તુતિ :- શ્રી સિદ્ધાચલ નિરખી હરખે, આંખડી એની પાવન થાય,
પગલે પગલે આગળ વધતાં, કાયા એની નિરમલ થાય, ઘેઈ જઈને પગલા પૂજે, આનંદ હૈયે અતિ ઉભરાય, સુષમ દુષમ આરે રહેલા, આદી પ્રભુનું સ્મરણ થાય. આતપરની તળેટીથી, જે ભવિ યાત્રા કરે ઘેટી પગલે શિશ નમાવી, સિદ્ધગિરિ પર ફરે
નવ્વાણુંની યાત્રા કરતાં, નવ વખત નિશ્ચ કરે ઘેટી પગલે ભાવ ભક્તિ, પુણ્ય ભાથું તે ભરે. આદી પ્રભુનું દર્શન કરીને, ઘેટી પાયે જે નર જાય તન મન કેરા જે સંતાપો, પ્રભુ પગલે સવિ દૂર જ થાય એવા પગલે આવી પ્રભુજી, અરજ કહું છું હે જિનરાય
આદીનાથનું ધ્યાન ધરતાં, જન્મ મરણના ફેરી જાય. અને છેલ્લે ઉતરતાં... શ્રી શંત્રુજય ગિરિરાજ ઉપર ગોખલે માળીએ, જાળીએ જ્યાં જ્યાં જે જે પ્રતિમાજી હોય ત્યાં મારા કોટી કોટી વંદના... “બોલો નમો જિણાણ”.
ત્રણ ગાઉ, છ ગાઉ, બાર ગાઉ, શત્રુંજય નદી હસ્તગિરિ કદમ્બગિરિ તળાજામાં સાચા સુમતિનાથ, મહુવામાં મહાવીર સ્વામી, ધોધામાં નવખંડા પાર્શ્વનાથ, શંખેશ્વર પાર્શ્વનાથ, ભ. ને નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”.
આબુ અષ્ટાપદ ગિરનાર, સમેતશિખર શત્રુંજય સાર. પાંચે તીરથ ઉત્તમ ઠામ, સિદ્ધિ વર્યા તેને કરૂં પ્રણામ.
ધર્મની માતા દયા છે અને ધર્મનો પિતા દાન છે.