________________
પs
૧૦ રત્નત્રયી ઉપાસના
એકલવાયું આતમપંખી, સાથે કાંઈ ન લઈ ગયું
એક પંખી આવીને. પાંખોવાળા પંખી ઉચ, ઉડી ગયા આકાશે, ભાન ભૂલી ભટકે ભવરણમાં, માયા મૃગજળના આશે; જગતની આંખો જોતી રહીને પાંખ વિના એ ઉડી ગયું.
એક પંખી આવીને ધર્મ પુણ્યની લક્ષ્મી ગાંઠ, સત્કર્મોનો સથવારો, ભવસાગર તરવાને માટે, અન્ય નથી કોઈ આરો; જતાં જતાં પંખી જીવનનો, સાચો મર્મ સમજાવી ગયું
એક પંખી આવીને
(૮) રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં; તું ભક્તિ કરી લે રંગમાં, આદીનાથ તણા એ સંગમાં; ૧ ગિરિવર તણાએ રંગમાં, તું રંગાઈ જાને રંગમાં.. કંચન જેવી કાયા તારી, રાખમાં રોળાઈ જાશે. પલ પલ પલટા લેતું જીવન, પલમાં ચાલ્યું જાશે; ભક્તિ સૂરો મળશે ત્યારે, આતમ નિર્મલ થાશે; -
તું રંગાઈ જાને રંગમાં.. ૨ પાવનપંથના પગ પકડી લે, ખીલશે ભક્તિ જીવનમાં, સુખડા મળશે દુઃખડા ટળશે, ખૂલશે દ્વાર જીવનના;
તું રંગાઈ જાને રંગમાં. ૩ આદીનાથ તણા દર્શનથી, સિદ્ધાચલ કેરા દર્શનથી, કર્મ તૂટશે પુણ્ય થાશે, જીવન તરશે સંગમાં;
તું રંગાઈ જાને રંગમાં. ૪
=
=
=
શ્રાવક એટલે સાધુ પદનો સાચો ઉમેદવાર