________________
શ્રી રત્નાકર પચ્ચીસી
સારા વર્તનથી ઉત્તમ પુરુષના હૃદયમાં મેં સ્થાન ન મેળવ્યું, બીજાનું ભલું કરી મેં કીર્તિ પણ પ્રાપ્ત ન કરી, તીર્થોદ્ઘોરાદિક કાર્યો પણ મે ન કર્યાં, આમ મારો જન્મ મેં વ્યર્થ ગુમાવ્યો !!
સંસારસમુદ્રનો પાર ઊતરવા માટે સાધનનો અભાવ
ગુરુવાણીમાં વૈરાગ્ય કેરો રંગ લાગ્યો નહિ અને, દુર્જનતણા વાક્યો મહીં શાંતિ મળે ક્યાંથી મને; તરું કેમ હું સંસાર આ અધ્યાત્મ તો છે નહિ જરી, તૂટેલ તળિયાનો ઘડો જળથી ભરાયે કેમ કરી ? ॥૨૨॥
૫૫૯
તારક ગુરૂભગવંતોના વચન સાંભળીને વૈરાગ્યનો રંગ તો આત્મવસ્ત્ર પર ન જ જામ્યો પરંતુ દુર્જનની વાતો સાંભળી-સાંભળીને રાગનો રંગ ચોલમ જેવો લાગી ગયો.
હે પ્રભુ ! હવે મને શાંતિ ક્યાંથી મળે ? ઘડો નીચેથી જ તુટેલો હોય તો અંદર પાણી કે કઈ રીતે ?
ગુરુમહારાજનાં વચનથી મારા મનમાં વૈરાગ્યનો રંગ જાગ્યો નહિ, તેમ દુર્જનનાં વાક્યો સાંભળી હું શાંતિ રાખી શક્યો નહિ. હે દેવ! અધ્યાત્મજ્ઞાન જેવું તો મારામાં જરા પણ છે જ નહિ, ત્યારે આ સંસારસમુદ્ર મારાથી કેવી રીતે તરી શકાશે ?
હે પ્રભુ ! જ્યાં સુધી આત્મવસ્ત્ર પર વૈરાગ્યનો રંગ ને જામે ત્યાં સુધી દુર્જનનાં વાક્યો સાંભળી સમભાવ શી રીતે પ્રાપ્ત થાય ? ભૂત, વર્તમાન તથા ભવિષ્ય ત્રણે જન્મ હું તો હાર્યો !!
મેં પરભવે નથી પુણ્ય કીધું ને નથી કરતો હજી, તો આવતા ભવમાં કહો ક્યાંથી થશે હે નાથજી; ભૂતભાવીને સાંપ્રત ત્રણે ભવ નાથ હું હારી ગયો, સ્વામી ત્રિશંકુ જેમ હું આકાશમાં લટકી રહ્યો. ।૨૩।
bd
જીવને બે મોટા બંધન છે. • એક સ્વછંદ, અને બીજું પ્રતિબંધ.