________________
પપ૪
રત્નત્રયી ઉપાસના
દરિદ્રી છતાં મારું અભિમાન સુંદર નથી આ શરીર કે સમુદાય ગુણતણો નથી, ઉત્તમ વિલાસ કળા તણો દેદીપ્યમાન પ્રભા નથી; પ્રભુતા નથી તો પણ પ્રભુ અભિમાનથી અક્કડ ફરું, ચોપાટ ચાર ગતિતણી સંસારમાં ખેલ્યા કરું. ૧૫ હે જગદીશ્વર ! માનનો કીડો થઈને હું મારા જીવરૂપી કાષ્ઠને કેવો ખોતરી રહ્યો
છે શું મારામાં? * શરીર તો માયકાંગલું * દોષવૃંદની કાળાશ * સૂરજ જેવું તેજ તો દૂર રહો કિન્તુ આગીયા જેવું પણ હે ભુવનમાં
ભાનુ સમાન પ્રભુ! મારું તેજ નથી. * મારામાં તો જરાયે પ્રભુતા નથી પણ ચોર-લુંટારાની પ્રભુતા મારા
ઉપર ચાલે છે.
પ્રભુ ! ખાવા માટે એક બદામ પણ નથી મળતી અને લોકો પાસે હું અબજોપતિ’ આવું પ્રખ્યાત કરવા બેઠો છું. પ્રભુ! તું મને બચાવીશ ને ?
નથી મારું શરીર સુંદર, નથી હું ગુણોનો ભંડાર, નથી વિકાસ પામેલી મારામાં કોઈ કળા, તેમ નથી ઝળકતું જરા પણ તેજ; વળી મારામાં એવી કાંઈ નથી પ્રભુતા; છતાં અહંકાર મને છોડતો નથી. એ દરેકનો હું અહંકાર કર્યા કરું છું.) અને ચાર ગતિમાં પરિભ્રમણની ચોપાટ રમું છું.
કોઈના પણ દોષ જોનહીં. તારા પોતાના દોષથી જે કંઈ થાય છે, તે થાય છે, એમ માન.