________________
પ૪૨
૧
૦
રત્નત્રયી ઉપાસના
જેનાથી પ્રગટ્ય સુતીર્થ શુભ આ, જેના તપો ઘોર છે, જેમાં શ્રી-ધૃતિ-કીર્તિ-કાંતિ વસતા, તે વીર કલ્યાણ દો. ૨૯
(માલિની) , અવનિતલ રહેલી, શાશ્વતી ની અનેરી; વન ભવન વિષે ને, જ્યોતિષે ને વિમાને; નર-રચિત અહીંની, દેવરાજે ભજે લી; જિનવર ભવનોની, મૂર્તિને હું નમું છું. ૩૦
(હરિગીત) સઘળા ય દેવસમૂહમાં જે, પ્રથમ સ્થાને સોહતા, વળી પંચ પરમેષ્ઠીમહીં જે, પ્રથમ પદ શોભાવતા; વર્તે અખિલ ભાવો જગતના જેહના વર જ્ઞાનમાં, તે દેવના પણ દેવ રહેજો વીર મારા ધ્યાનમાં. ૩૧
તે ન જ
શાર્દૂલવિક્રીડિત).
જે છે કૈક ભવોતણા દુરિતને, પ્રજ્વાળતા આગ શા, જે છે સિદ્ધિવધૂતણા હૃદયને, શોભાવતા હાર શા; જે અષ્ટાદશ દોષરૂપ ગજને, નિર્ભેદતા સિંહ શા, ભવ્યોને મનવાંછિતાર્થ કરજો, તે વીતરાગી પ્રભુ. ૩૨ શ્રી અષ્ટાપદ આવ્યું ને શિખરજી, શત્રુંજયાદ્રિ સ્તવું, વૈભારાદ્રિ તથા સુવર્ણગિરિ ને, શ્રી ચિત્રકૂટ સ્તવું; શ્રીમાન મડદુર્ગ ને ગજપદ, શ્રી રૈવતાદ્રિ સ્તવું, ત્યાંના શ્રી ઋષભાદિ સર્વ જિન), કલ્યાણકારી બનો. ૩૩
(હરિગીત) શ્રી હેમચન્દ્રાચાર્યના સકલાતાભિધ સ્તોત્રને, ગૂર્જરાગિરામાં વર્ણવ્યું સમ્યકત્વ શુદ્ધિ કારણે; સૂરીશ-સૂર્યોદય-શિશુ મુનિ રાજરત્ન ભાવથી, જિન ભકિતરસના રસિક જન તે ધારશે ઉલ્લાસથી. ૩૪
સમજીને અલ્પભાષી થનારને પશ્ચાત્તાપ કરવાનો થોડો જ અવસર સંભવે છે.