________________
૪૯૨
રત્નત્રયી ઉપાસના
પાવઠાણાð. । ૧૦ । એગોડહં નત્થિ મે કોઈ, નાહમન્નસ્સ કસ્સઈ, એવં અદીણમણસો, અપ્પાણમણુસાસઈ. | ૧૧ | એગો મે સાસઓ અપ્પા, નાણĒસણ-સંજુઓ; સેસા મે બાહિરા ભાવા, સવ્વ, સંજોગલક્ષ્મણા. । ૧૨ । સંજોગમૂલા ઝવેણ, પત્તા દુખપરંપરા; તન્હા સંજોગસંબંધ, સર્વાં તિવિહેણ વોસિરિઅં. । ૧૩ । અરિહંતો મહ દેવો, જાવજ્નવં સુસાહુણો ગુરુણો; જિણપન્નતં તાં, ઈઅ સમ્મત્ત મએ ગહિઅં. । ૧૪ ।
૧૪મી ગાથા ત્રણ વાર કહી સાત નવકાર ગણી નીચેની ત્રણ ગાથા
કહેવી.
ખમિઅ ખમાવિએ મઈખમહ, સવ્વહ જીવનિકાય; સિદ્ધહ સાખ આલોયણહ, મુજ્સહ વઈર ન ભાવ. । ૧૫ । સબ્વે જીવા કમ્ભવસ, ચઉદહ રાજ ભમંત, તે મે સવ્વ ખમાવિઆ, મુજ્સ વિ તેહ ખમંત. । ૧૬ | જં જં મણેણ બન્ને, જં જે વાએણ ભાસિરૂં પાવું, જે જં કાએણ કાર્ય, મિચ્છામિ દુક્કડં તસ્સ. | ૧૭ ।
૧૭. સંથારો પાથરવાનો વિધિ
પ્રથમ કામળી વિગેરે ઉનનું સંથારિયું પાથરવું, તેના ઉપર સુતરનો ઉત્તરપટ્ટો પાથરવો, મુહપત્તિ કેડે ભરાવવી, ચરવળો જમણે પડખે મૂકવો, માતરીયું વસ્ત્ર પહેરવું..
સાંજના પ્રતિક્રમણ પછી ચાલવું પડે તો દંડાસણ વિના ચાલવુ જ નહી. પરંતુ ધૂળવાળા રસ્તામાં, બત્તી વગેરેના પ્રકાશમાં, ખુલ્લી ભૂમિમાં દંડાસણનો ઉપયોગ કરવો નહીં. સૂતા પછી પડખું ફેરવવું પડે તો ચરવળાથી પ્રમાર્જીને ફેરવવું. કાનમાં રૂના કુંડળ નાખવાં. તેથી કાનમાં કોઈ જંતુ પ્રવેશીને મરે નહીં. કુંડળ ખોવાય તો પ્રાયશ્ચિત આવે છે. ડાબું પડખું દબાવીને હાથનું ઓશીકું કરીને બની શકે તો અંગ સંકોચીને સૂવું.
卐蛋
d
સ્વાર્થે યોગ, તપ સાધવો નહીં.