________________
૪૭૪
રત્નત્રયી ઉપાસના
તપની આરાધના કરવી જોઈએ. જેને સામાયિક પણ ન આવડતું હોય તેણે ત્રણ નવકાર ગણી બરોબર ૪૮ મીનીટની ધારણા કરી બેસવું, અને ત્રણ નવકાર ગણી ઉઠવું. સુગુરુઓનો સમાગમ મેળવી ધાર્મિક અભ્યાસ કરવા જરૂર ઉદ્યમ રાખવો જોઈએ કે જેથી આત્મિક ભાવના સુધરવા સાથે ક્રિયાકાંડમાં અપૂર્વ ઉલ્લાસ આવે.
ઉપયોગી અણહારી દવાઓ અને તેના ગુણો * અફીણ - ગ્રાહી, પીડાશામક, ઊંઘ લાવનાર અને પરસેવો
વાળનાર. * આસંઘ - (અશ્વગંધા કે આહન) – ગ્રાહી, દમ ઉધરસમાં હિતકર
અને પૌષ્ટિક. * એળીયો - રેચા, ઋતુ લાવનાર તથા જ્વરઘ્ન. * અંબર – વાયુહ, તરસ, મુંઝવણ, પગનો તો દૂર કરનાર) પૌષ્ટિક * અતિવિષની કલી - જ્વરઘ્ન, કટુ, પૌષ્ટિક, ઝાડો બંધ કરનાર, * કરીયાતુ - જવરઘ્ન, સારક, અરૂચિનાશક, * કસ્તુરી – અંશનું ખેંચાવું, આંચકી, વાયુ, તૃષા, ઉલટી તથા
શોષનાશક, * કડુ - સારક, પાચક, વરબ્દ. * કેશર - કંઠરોગ, મસ્તકશૂળ, ઉલટી, શીતલ, સ્તંભક, પૌષ્ટિક. * કાથો - દાંતમાંથી લોહી આવવું, સ્તંભક, પૌષ્ટિક. * ગળોસત્વ – શીતળ, પૌષ્ટિક, પિત્તનાશક, * ત્રિફળાં – સારક, પિત્તશામક, દાહ, તૃષા, મુંઝવણ દૂર કરનાર. * દાડમની છાલ – ઉધરસ, કફનાશક, પિતશામક, ગ્રાહી. * પાનની જડ - વાતહર, ઉષ્ણ, રૂચિકારક, મોળનાશક, * બેહડાની છાલ – ઉધરસ, કફનાશક, શીતલ.
ખોટી વસ્તુ પ્રણીત કરવી નહીં.