________________
શ્રી નવપદ તપ આરાધના વિધિ
નવ દિવસોમાં દરરોજ ક્રમશ: નીચે મુજબ કાર્યક્રમ રાખવાથી વિધિનું પાલન સારી રીતે થઈ શકે છે.
ઓળીના દિવસોમાં દરરોજનો ક્રમશઃ કાર્યક્રમ
૧ ચાર ઘડી રાત્રિ બાકી હોય ત્યારે ઉઠીને રાત્રિપ્રતિક્રમણ કરવું. ૨ પદના ગુણની સંખ્યા પ્રમાણે લોગસ્સનો કાઉસ્સગ્ગ કરવો. ૩ લગભગ સૂર્યોદય વખતે પડિલેહણ કરવું.
૪ આઠ થોયો વડે સવારનું દેવવંદન કરવું.
૫ સિદ્ધચક્રજીના યંત્રની વાસક્ષેપથી પૂજા કરવી.
૬ જુદા જુદા નવ દેરાસરે અથવા જુદા જુદા નવ પ્રતિમાજી સન્મુખ નવ ચૈત્યવંદન કરવાં.
૪૪૭
૭ ગુરુવંદન અને વ્યાખ્યાન શ્રવણ કરી પચ્ચક્ખાણ કરવું.
૮ સ્નાન કરીને જિનેશ્વરની સ્નાત્રપૂજા તથા અષ્ટપ્રકારી પૂજા કરવી. પછી આરતી મંગળદીવો ઉતારી પ્રભુના ન્હવણજળથી શાંતિકલશ ભણાવવો.
૯ જે પદના જેટલા ગુણ હોય તેટલા સ્વસ્તિક કરીને તેના ઉપર ફલ અને નૈવેદ્ય યથાશક્તિ ચઢાવવાં.
૧૦ આઠ થોયોથી બપોરનું દેવવંદન કરવું.
૧૧ દરેક પદના ગુણો હોય તેટલી પ્રદક્ષિણા આપી તેટલાં ખમાસમણ દેવાં.
૧૨ સ્વસ્થાને આવી પચ્ચક્ખાણ પારી આયંબિલ કરવું.
૧૩ આયંબિલ કર્યા પછી ત્યાં જ તિવિહારનું પચ્ચક્ખાણ કરવું.
૧૪ સ્વસ્થાને આવી તુરંત ચૈત્યવંદન કરવું.
૧૫ સાંજે (સૂર્યાસ્ત પહેલાં) પડિલેહણ કરી આઠ થોયોથી સાંજનું દેવવંદન કરવું.
ખોટો તોલ તોળવો નહીં.