________________
૪૪૭
રત્નત્રયી ઉપાસના
શ્રી નવપદ તપ આરાધના વિધિ
શ્રી જૈનશાસનમાં અરિહંત આદિ નવ પદો પરમતત્ત્વરૂપ છે. આ નવ પદો પરમાર્થરૂપ છે. કારણ કે આ નવપદોની આરાધનાથી જ જીવો કલ્યાણ પામે છે. નવપદોની આરાધના વિના કોઈ પણ જીવનું કલ્યાણ થતું નથી. આથી કલ્યાણકાંક્ષી દરેકે આ નવ પદોની વિધિ મુજબ આરાધના કરવી જોઈએ.
આસો અને ચૈત્ર માસમાં ઓળીના નવ દિવસોમાં આયંબિલનો તપ આદિ વિધિપૂર્વક આ અરિહંત આદિ નવ પદોની આરાધના કરવામાં આવે છે. કલ્યાણકાંક્ષી દરેકે બંને ઓળીમાં નવ પદોની આરાધના જીવન પર્યંત કરવી જોઈએ. જીવન પર્યંત ન બની શકે તો પણ લાગલગાટ સાંડા ચાર વર્ષ સુધી (નવ ઓળી સુધી) તો અવશ્ય કરવી જોઈએ. સાડા ચાર વર્ષ સુધી આરાધના કરવા ઈચ્છનારે સાડા ચાર વર્ષની ગણતરી આસો માસની ઓળીથી કરવી જોઈએ. તિથિની વધઘટ ન હોય તો સુદ સાતમથી, તિથિની વધ-ઘટ હોય તો સુદ છઠ્ઠ કે આઠમથી ઓળીની શરૂઆત થાય છે.
નવપદ તપનો દરરોજનો વિધિ
(૧) ઓછામાં ઓછો આયંબિલનો તપ (૨) ભૂમિમાં સંથારા ઉપર શયન (૩) બ્રહ્મચર્યનું પાલન (૪) સર્વ પ્રકારના વાહનનો ત્યાગ (૫) સવાર-સાંજ પ્રતિક્રમણ (૬) બે વાર પડિલેહણ (૭) ત્રિકાળ દેવવંદન (૮) સવાર-સાંજ ગુરુવંદન (૯) જિનેશ્વરની સ્નાત્રપૂજા તથા અષ્ટપ્રકારી પૂજા (૧૦) તે તે પદના ગુણોની સંખ્યા પ્રમાણે સ્વસ્તિક, કાઉસ્સગ્ગ, ખમાસમણ-પ્રદક્ષિણા (૧૧) જુદાં જુદાં નવ દેરાસરે અગર નવ પ્રતિમાજી સન્મુખ નવ ચૈત્યવંદન.
Loca
દુઃખી કરીને કોઈનું પણ ધન લેવું નહીં.