SearchBrowseAboutContactDonate
Page Preview
Page 643
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવંદનો, સ્તવનો અને સ્તુતિઓ You ચોવીશે જિનવર સુખકાર, પરવ દિવાળી અતિ મનોહાર, સકલ પર્વ શણગાર; મેરાઈયા કરે અધિકાર, “મહાવીર સર્વત્તાય’ પદ સાર, જપીએ દોય હજાર, મજિઝમ રમણી દેવ વાંધીજે મહાવીર પારંગતાય નમીજે, સહસ તે દોય ગુણીજે; વળી ગૌતમ સર્વશાય નમીજે, પર્વ દીપોચ્છવ ઈણિ પરે કીજે, માનવભવ ફલ લીજે. ર અંગ અગ્યાર ને ઉપાંગ બાર, દશ પયના છેદ મૂલ ચાર, નંદી અનુયોગદ્વાર, છ લાખ ને છત્રીસ હજાર, ચૌદપૂર્વ વિરચે ગણધાર, ત્રિપદીનો વિસ્તાર, વીર પંચ કલ્યાણક જેહ, કલ્પસૂત્રમ્ ભાખ્યો તેહ, દીપોચ્છવ ગુણગેહ, ઉપવાસ છઠ અમ કરે જેહ, સહસ લાખ કોડિલ લહે તેહશ્રી જિનવાણી એહ. ૩ વીર નિર્વાણ સમે સુર જાણી, આવે ઈંદ્ર અને ઈંદ્રાણી, ભાવ અધિક મન આણી, હાથ ગ્રહી દીવી નિસિ જાણી, મેરાઈઆ બોલે મુખ વાણી, દીવાળી કહેવાણી; ઈણિપરે દીપોચ્છવ કરો પ્રાણી, સકલ સુમંગલકારણ જાણી, લાભવિમલ ગુણખાણી; વદતિ રત્નવિમલ બ્રહ્માણી, કમલ કમંડલ વીણા પાણી, ઘો સરસતી વર આણી. ૪ - શ્રી દીવાળી પર્વની સઝાય - દિવાળી રઢીયાળી પર્વ સોહામણું, પ્રેમ ધરીને આરાધે નર નાર રે; મન વચન કાયાની સ્થિરતા કેળવી, જીવન જ્યોત જગાવે જયજયકાર જો. ૧ સુરપતિ નરપતિ સેવિત તીર્થપતિ પ્રભુ, સિદ્ધારથ ત્રિશલાદેવીના નંદ જે; ચોમાસુ છેલ્લું કરવાને પધારીયા, પાવાપુરીમાં ઘરઘર વત્ય આનંદ . ૨ ચૌદશ દિવાળીનો છઠ તપ આદરી, સમવસરણમાં બેસી શ્રી ભગવાન જો; સોલ પહોર સુધી આપે મધુરી દેશના, સમવસરણમાં કરવા જગ કલ્યાણ જે. ૩ પંચાવન અધ્યયન પુણ્ય વિપાકના, પંચાવન પાપનો કુલ વિસ્તાર જે વણ પૂછયા છત્રીશ સવાલો દાખવે, ઉપદેશે આગમનિગમનો સાર જે. ૪ દિવાળીની રાત્રે છેલ્લાં પહોરમાં, સ્વાતિ નક્ષત્ર વર્ધમાન ભગવાન જે; નાગ કરણમાં સર્વાથસિદ્ધ મુહૂતમાં, કમોં તોડી પામ્યા પદ નિર્વાણ જે. ૫ તૃષ્ણાને શમાવવી.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy