________________
તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો...
Roy
વ્યસન ઉદય જે જલધિ અનુહરે,
શશીને તેહ સંબંધે;
અણસંબંધે કુમુદ અનુહરે,
શુદ્ધ સ્વભાવ પ્રબંધે. થાણું. ૪
દેવ અનેરા તુમથી છોટા,
થૈ જગમેં અધિકેરા;
‘‘યશ’' કહે ધર્મ જિનેશ્વર ગાશું,
દિલ માન્યા હૈ મેરા. થાશું. પ
: શ્રી ધર્મનાથ ભગવાનની સ્તુતિ -
ધરમ ધરમ ધોરી, કર્મના પાસ તોરી, કેવલ શ્રી જોરી, જેહ ચોરે ન ચોરી; દર્શન મદ છોરી, જાય ભાગ્યા સટોરી, નમે સુરનર કોરી, તે વરે સિદ્ધિ ગોરી. || કાવી તીર્થાધિપતિ શ્રી ધર્મનાથાય નમઃ ।
૧૬) શ્રી શાંતિનાથ ભગવાન
-: શ્રી શાંતિનાથ ભગવાનનું ચૈત્યવંદન : શાંતિ જિનેસર સોળમા, અચિરા સુત નંદો; વિશ્વસેન ફુલ નભોમણિ, વિજન સુખ કંદો. ૧ મૃગ લંછન જિન આઉખું, લાખ વરસ પ્રમાણ; હત્થિણાઉર નયરી ધણી, પ્રભુજી ગુણ મણિ ખાણ. ૨
ચાળીશ ધનુષની દેહડી એ, સમચઉરસ સંઠાણ; વદન પદ્મ જ્યું ચંદલો, દીઠે પરમ કલ્યાણ. ૩
૩૩૧
જો તું ત્યાગી હોય તો ત્વચા વગરની વનિતાનું સ્વરૂપ વિચારીને સંસાર ભણી દૃષ્ટિ કરજે.