________________
રત્નત્રયી ઉપાસના
આ પારસા મા પોતાના
જાપ મંત્ર :
ૐ હ્રીં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ
જેના ગુણોને વર્ણવા શ્રુતસાગરો ઓછા પડે, ગંભીરતાને માપવા સહુ સાગરો પાછા પડે, જેની ધવલતા આગળે ક્ષીરસાગરો ઝાંખા પડે, ‘‘શંખેશ્વરા’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. (૧)
જેના વદનનું તેજ નિરખી સૂર્ય આકાશે ભમે, વળી નેત્રના શુભ પીયૂષ પામી ચંદ્ર નિશાએ ઝગે, જેની કૃપાવૃષ્ટિ થકી આ વાદળાઓ વરસતાં, ‘‘શંખેશ્વરા’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. (૨)
અતીત ચોવીશી તણા નવમા શ્રી દામોદર પ્રભુ, અષાઢી શ્રાવક પૂછતા કો' માહરા તારક વિભુ, ત્યાં જાણતા પ્રભુ પાર્શ્વને પ્રતિમા ભરાવી પૂજતા, ‘‘શંખેશ્વરા’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. (૩)
સૌધર્મ કલ્પાદિ વિમાને પૂજ્યતા જેની રહી, વળી સૂર્ય ચંદ્ર વિમાનમાં પૂજા થઈ જેની સહી, જે નાગલોકે નાથ બનીને શાંતિ સુખને અર્પતા, ‘‘શંખેશ્વરા’” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. (૪)
આ લોકમાં આ કાળમાં પૂજાય આદિકાળથી વળી નમિવિનમિ વિદ્યાધરો જેને સેવે બહુમાનથી, ત્યાંથી ધરણપતિ લઈ પ્રભુને નિજભવન પધરાવતા, ‘‘શંખેશ્વરા’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. (૫)
જરાસંઘની વિદ્યા જરા જ્યાં જાદવોને ઘેરતી, નેમિ પ્રભુ ઉપદેશથી શ્રીકૃષ્ણ અટ્ઠમને તપી, પદ્માવતી બહુમાનથી પ્રભુ પાર્શ્વ પ્રતિમા આપતી, ‘‘શંખેશ્વરા’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. (૬)
જેના ન્હવણથી જાદવોની જરા દૂરે ભાગતી, શંખધ્વનિ કરી સ્થાપતા ત્યાં પાર્શ્વની પ્રતિમા ખરી, જેના પ્રભાવે નૃપગણોના રોગ સહુ દૂરે થતા, ‘‘શંખેશ્વરા’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. (૭)
જેના સ્મરણથી ભવિકના ઈચ્છિત કાર્યો સિદ્ધતાં, જે નામથી પણ વિષધરોના વિષ અમૃત બની જતાં, જેના પૂજનથી પાપીઓના પાપ-તાપ શમી જતાં, ‘‘શંખેશ્વરા’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. (૮)
જ્યાં કામધેનુ કામઘટની સુરતરું પાછા પડે, ચિંતામણિ પારસમણિના તેજ જ્યાં ઝાંખા પડે, મણિ મંત્ર તંત્ર ને યંત્ર જેના નામથી ફળ આપતાં, ‘‘શંખેશ્વરા’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. (૯)
I call