________________
શ્રી રાઈય-પ્રતિક્રમણ વિધિ
(સકલ તીર્થ)` તીર્થ વંદના
સકલ તીર્થ વંદું કર જોડ, જિનવર નામે મંગલ કોડ; પહેલે સ્વર્ગે લાખ બત્રીશ, જિનવર ચૈત્ય નમું નિશદિશ. ૧ બીજે લાખ અઠ્ઠાવીસ કહ્યાં, ત્રીજે બાર લાખ સહ્યાં; ચોથે સ્વર્ગે અડ લખ ધાર, પાંચમે વંદું લાખ જ ચાર. ૨ છઠ્ઠું સ્વર્ગે સહસ પચાસ, સાતમે ચાલીસ સહસ પ્રાસાદ; આઠમે સ્વર્ગે છ હજાર, નવ દશમે વંદું શત ચાર. ૩ અગ્યાર બારમે ત્રણસે સાર, નવ-નૈવેયકે ત્રણસે અઢાર; પાંચ અનુત્તર સર્વે મળી, લાખ ચોરાશી અધિકાં વળી. ૪
સહસ સત્તાણું ત્રેવીશ સાર, જિનવર-ભવનતણો અધિકાર; લાંબા સો જોજન વિસ્તાર, પચાસ ઊંચા બહોતેર ધાર. ૫ એકસો એશી બિંબ પ્રમાણ, સભા સહિત એક ચૈત્યે જાણ; સો ક્રોડ બાવન ક્રોડ સંભાલ, લાખ ચોરાણું સહસ ચૌઆલ. ૬
સાતસે ઉપર સાઠ વિશાલ, સવિ બિંબ પ્રણમું ત્રણ કાલ; સાતકોડ ને બહોતેર લાખ, ભવનપતિમાં દેવલ ભાખ. ૭
એકસો એશી બિંબ પ્રમાણ, એક એક ચૈત્યે સંખ્યા જાણ; તેરસે કોડ નેવ્યાશી કોડ, સાઠ લાખ વંદું કર જોડ. ૮ બત્રીસે ને ઓગણસાઠ, તિર્થ્યલોકમાં ચૈત્યનો પાઠ; ત્રણ લાખ એકાણું હજાર, ત્રણસે વીશ ને બિંબ જુહાર. ૯
૧ શાશ્વતી પ્રતિમાઓ ત્રણે લોકમાં કેટલી છે ? તેની ગણના સાથે અશાશ્વતી પ્રતિમાઓવાળાં પ્રસિદ્ધ તીર્થો વગેરેની સંભારણા સાથે વિહરમાન તીર્થંકરોને તથા અનંત સિદ્ધોને અને સાધુ ભગવંતોને વંદના કરવામાં આવી છે.
વાસનાનો નાશ ઈશ્વરની ઉપાસના વિના શક્ય જ નથી.
૧૦૭