________________
શ્રી રાઈ-પ્રતિક્રમણ વિધિ
Ge
| મુહપત્તિના ૫૦ બોલા ૧. સૂત્ર, અર્થ, તત્ત્વ કરી સહું, ૨. સમ્યકત્વ મોહનીય, ૩. મિશ્ર મોહનીય, ૪. મિથ્યાત્વ મોહનીય પરિહરૂં, ૫. કામરાગ, ૬. સ્નેહરાગ, ૭. દષ્ટિરાગ પરિહરું, ૮. સુદેવ, ૯. સુગુરુ, ૧૦. સુધર્મ આદરૂં, ૧૧. કુદેવ, ૧૨. કુગુરુ, ૧૩. કુધર્મ પરિહરું, ૧૪. જ્ઞાન ૧૫. દર્શન ૧૬. ચારિત્ર આદરૂં, ૧૭. જ્ઞાન-વિરાધના, ૧૮. દર્શન-વિરાધના, ૧૯. ચારિત્ર-વિરાધના પરિહરું, ર૦. મનગુપ્તિ, ૨૧. વચનગુપ્તિ, ૨૨. કાયગુપ્તિ આદરૂં, ૨૩. મનદંડ, ર૪. વચનદંડ, ૨૫. કાયદંડ પરિહરું. | બાકીના ૨૫ બોલ અંગ પડિલેહતાં બોલવા. (ડાબો હાથ પડિલેહતાં) ૧. હાસ્ય, ૨. રતિ, ૩. અરતિ પરિહરું. (જમણો હાથ પડિલેહતાં), ૪. ભય, ૫. શોક, ૬. દુર્ગછા પરિહરું. (લલાટે પડિલેહતાં) ૭. કૃષ્ણ લેશ્યા ૮. નીલ ગ્લેશ્યા ૯. કાપોત લેશ્યા પરિહરું. (મોઢે પડિલેહતાં) ૧૦. રસગારવ, ૧૧. ઋદ્ધિગારવ, ૧૨. સાતાગારવ પરિહરું.. (છાતી આગળ પડિલેહતાં) ૧૩. માયાશલ્ય, ૧૪. નિયાણશલ્ય, ૧૫. મિથ્યાત્વશલ્ય પરિહરું.. (ડાબા ખભે પડિલેહતાં), ૧૬. ક્રોધ, ૧૭. માન પરિહરું. (જમણા ખભે પડિલેહતાં) ૧૮. માયા, ૧૯. લોભ પરિહ. (જમણા ઢીંચણે પડિલેહતાં) ૨૦. પૃથ્વીકાય, ૨૧. અપકાય, ૨૨. તેઉકાયની રક્ષા કરૂં. (ડાબો ઢીંચણે પડિલેહતાં) ૨૩. વાયુકાય, ૨૪. વનસ્પતિકાય, ૨૫. ત્રસકાયની જયણા કરૂં.
ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ, મÖએણ વંદામિ.
ધન ઓછું હશે તો ચાલશે, વાણી હલકી નહીં જ ચાલે.