________________
24
રત્નત્રયી ઉપાસના
(૩) નમુત્યુë. આ સૂત્રનું બીજું નામ શક્રસ્તવ છે. પરમાત્માના કલ્યાણક સમયે ઈંદ્ર મહારાજા પોતાના આસનેથી સાત ડગલાં આગળ જઈને ડાબો ઢીંચણ ઉચો કરીને પરમાત્મા જે દિશામાં હોય તે દિશા સન્મુખ રહીને આ સૂત્ર બોલે છે. આ સૂત્રમાં પરમાત્માને જુદા જુદા વિશેષણો આપવામાં આવેલ છે.
અરિહંત ચેઈઆણં: આ સૂત્રમાં કાયોત્સર્ગ કરવાના છ નિમિત્તો બતાવવામાં આવેલ છે.
ચાર થોયોની સમજણ સૌ પ્રથમ “અરિહંતચેઈઆણં' બોલીને વંદણવરિઆએ” બોલીને પ્રથમ થોય (એક તીર્થંકર પરમાત્માની) બોલવામાં આવે છે. ત્યાર બાદ લોગસ્સ એટલે કે ર૪ તીર્થકર ભગવંતોને નમસ્કાર કરીને વંદણવરિઆએ બોલીને બીજી થોય (સર્વ જિનેશ્વર પ્રભુની હોય) બોલવામાં આવે છે. ત્યારબાદ પુખરવરદિવઠે (શ્રુતસ્તવ) સૂત્ર દ્વારા વીસ વિહરમાન પરમાત્માને વંદન તથા શ્રુતજ્ઞાનને વંદન કરીને વંદણવરિઆએ બોલીને ત્રીજી થોય (જે શ્રુતજ્ઞાનની હોય) બોલવામાં આવે છે. ત્યારબાદ સિદ્ધાણંબુદ્વાણ (સિદ્ધાસ્તવ) દ્વારા સિદ્ધભગવંતો, મહાવીર સ્વામી, નેમનાથ ભગવાન તથા અષ્ટાપદમાં રહેલ ચોવીસ તીર્થકરોની સ્તુતિ કરવામાં આવે છે. ત્યારબાદ વેયાવચ્ચગરાણું બોલીને સમ્યગ્દષ્ટિ દેવો જે જિનશાસનનું રક્ષણ કરે છે તેમને સંભારીને તેમના કાર્યની અનુમોદનાર્થે ચોથી થાય બોલવામાં આવે છે.
આજ બતાવે છે કે આપણી કોઈપણ ક્રિયાનો ક્રમ નિરર્થક નથી જેમ કે લોગસ્સ = ૨૪ ભગવાનની સ્તુતિ તો તેના પછી બીજી થોય જે સર્વ જિનેશ્વર ભગવાનની છે. પુખરવરદિવઠું = શ્રુતજ્ઞાનની સ્તુતિ તો તેના પછી ત્રીજી થોય જે જ્ઞાનની છે. વેયાવચ્ચગરાણું પછી ચોથી થોય જે વૈયાવચ્ચ કરનારા દેવોની છે. ટૂંકમાં પહેલી, બીજી અને ત્રીજી થોય એ વંદન કરવા યોગ્ય માટે છે. અને ચોથી પ્રણામ કરવા યોગ્ય
જ્ઞાન સંગ્રહ કરવા માટે નથી, પણ પરિણતિ કેળવવા માટે છે.