________________
સાચુ કરીએ પ્રતિક્રમણ
સીવેલા લેધા, પેન્ટ કે પૂજાના કપડાં પણ સામાયિક કે પ્રતિક્રમણમાં વાપરી શકાય નહીં. સ્કુલ-કોલેજમાં યુનિફોર્મ સાચવી શકાતો હોય તો આપણી આ અમૃતમય ઉત્તમ ક્રિયામાં નિાજ્ઞા મુજબ કેમ યુનિફોર્મ ન સચવાય? પ્રતિક્રમણ માટેની સાવધાની
પ્રતિક્રમણમાં ઠઠ્ઠા-મશ્કરી મજાક ન કરવા. કોઈપણ પ્રકારના દૈનિક, સાપ્તાહિક, માસિક વગેરે વાંચવા લાવવા નહીં. ધ્યાન રાખીને શાંતિથી સુત્રો સાંભળવા જોઈએ. વાતો, ગપ્પાં મારવા નહીં, કાંકરા વગેરે ફેંકવું નહીં. ટૂંકમાં જે આપણાં જૈનત્વને છાજે નહિં તેવું કાર્ય ન કરવું.
પ્રતિક્રમણના દરેક સુત્રોના મહત્વને, તેના અર્થને સમજાવી શકાય તેમ ન હોવાના કારણે અહીં દરેક સુત્રની નાનકડી સમજણ આપેલી છે. દરેક સુત્રનું શું મહત્વ છે ? પ્રતિક્રમણની ક્રિયામાં સુત્રોનો ક્રમ આજ રીતે કેમ ? એ બધા જ સવાલોનો જવાબ આપણા ત્યાં આપેલો છે પણ આપણે સમજી શકતા નથી. સમજવાની કોશિષ પણ કરતા નથી, એ આપણી કમનસીબી છે. અહીં સંક્ષેપમાં પ્રતિક્રમણની રનિંગ કોમેન્ટ્રી આપેલી છે. પ્રતિક્રમણ કરતા પૂર્વે સૌ પ્રથમ સામાયિક લેવું પડે. આપણા ત્યાં જે કામ કરવાનું હોય તે સમતાથી કરવાનું હોય છે. પ્રતિક્રમણ એટલે પાપો સામેનું યુદ્ધ ! આ યુદ્ધ કરતાં પૂર્વે પણ આપણે સમતા ધારણ કરવાની છે એ જ આપણા ધર્મની અજાયબી છે.
સૌ પ્રથમ સામાયિક : ૪૮ મિનિટ સુધી મન, વચન અને કાયાને સમતા ભાવમાં રાખવા એટલે સામાયિક ! સમતા ભાવમાં આવ્યા પછી પચ્ચક્ખાણ માટે મુહપત્તિ !!! પ્રશ્ન થાય કે પચ્ચક્ખાણ માટે મુહપત્તિની શી જરૂર ? જવાબ છે પચ્ચક્ખાણ લેવા માટે વિનય દાખવવો પડે. વિનય માટે વાંદણા લેતી વખતે કોઈપણ સુક્ષ્મ જીવો આપણા શરીર પર હોય તો તેમની રક્ષા કરવા માટે મુહપત્તિથી શરીરની પડીલેહણા કરવાની છે. ચઉવિહાર ઉપવાસ કર્યો હોય તો મુહપત્તિ અને વાંદણા ન કરવા કેમકે પુદ્ગલનો સંગ ઓછો કરવા સંપૂર્ણ આહાર અને પાણીનો પણ ત્યાગ
21
Fac
ગુણી ઉપરના ‘આદર’ વગરનો આપણો, ગુણનો ‘આદર’ ભ્રામક હોઈ શકે છે.