________________
20
રત્નત્રયી ઉપાસના
છે સાચુ કરીએ પ્રતિક્રમણ છે
સમતાની સફર એટલે
પ્રવિક્રમણ પ્રતિક્રમણના ઉપકરણો : (૧) મુહપત્તિ (૨) ચરવળો (૩) કટાસણ (૪) ધોતિયું (બહેનોએ શુદ્ધ વસ્ત્ર) (૫) ખેસ આ દરેક ઉપકરણો જ્યણાધર્મ સચવાય એ માટે હાથવણાટના હોય તો વધુ સારું ગણાય.
(૧) મુહપત્તિ: મુહપત્તિની જગ્યાએ રૂમાલ ન ચાલે. મુહપત્તિ શુદ્ધ, સમચોરસ, એકબાજુ કીનાર બાંધેલી હોય તેવી એક વેંત અને ચાર આગળ માપની ચોરસ હોવી જોઈએ. મુક્ષત્તિના બે પડ કરી અને તેનાથી પણ પડધો ભાગ ચાર પડનો કરવો અને ચાર પડવાળો ભાગ મોઢા આગળ. રાખવો જેથી જીવ વિરાધના ન થાય.
નોધ - ભરતકામવાળી, સિલ્કની કે રેશમી મુહપત્તિ ને વાપરી શકાય. મુહપત્તિ સુતરાઉ અને સફેદ હોવી જોઈએ.
(૨) ચરવળો : ચરવળાની દાંડી ર૪ આંગળ લાંબી અને તેની ઉનની દશીઓ આઠ આંગળ હોવી જોઈએ. અથવા ચરવળાનું કુલ માપ ૩ર આંગળ હોવું જોઈએ. ચરવળાનો ઉપયોગ જમીન પૂંજવા માટે, જીવરક્ષા કરવા માટે કે ઉભા થવા માટે કરવાનો છે, મચ્છર ઉડાડવા માટે નહિ. કાઉસ્સગ્ગ કરતી વખતે ડાબા હાથમાં ચરવળો મધ્યેથી પકડીને દશી પાછળ રહે તેમ પકડવો તથા મુહપત્તિ જમણા હાથમાં રાખવી.
(૩) કટાસણું: લંબચોરસ, ઉનનું, સફેદ અને પોતાના શરીરના માપનું હોવું જોઈએ કે જેના પર સરળત્તાથી બેસી શકાય. ફાટેલું, સાવ નાનું કે બહું મોટું ન હોવું જોઈએ. ચાદર કે ચટ્ટાઈ વગેરે ન ચાલી શકે.
(૪) ધોતિયું: પુરૂષોએ સુતરાઉ, ધોયેલું ધોતિયું પહેરવું જોઈએ.
સંસારી જીવન એટલે આધિ વ્યાધિ અને ઉપાધિની આગોનું જીવન.