________________
શ્રી વજસ્વામીજીની કથા
૮૮૭.
જયજયકાર વર્તાયો. છેવટે સુનંદાએ પણ દીક્ષા લીધી. વજસ્વામીજી દેવોની પરીક્ષામાં પાસ થયા. અને દેવે પ્રસન્ન થઈ તેમને આકાશગામિની વિદ્યા અને વૈક્રિય લબ્ધિ અર્પણ કરી. જેમણે શ્રી ભદ્રગુપ્ત ગુરુ મહારાજની પાસે દશ પૂર્વનો અભ્યાસ કર્યો હતો. અને શ્રી આર્યરક્ષિત સૂરિજીને સાડા નવ પૂર્વ સુધીનો અભ્યાસ કરાવ્યો હતો.
રૂખમણી નામની મહાનધની ધનપાળ શેઠની કન્યાએ સાધ્વીજી પાસે વજસ્વામીના રૂપ-ગુણની પ્રશંસા સાંભળીને નિશ્ચય ક્યોં કે મારે લગ્ન કરવા તો વજસ્વામી સાથે જ નહિતર આજીવન કુમારી રહીશ, ક્રોડ સોનૈયા સાથે રૂખમણીને શણગારીને તેના પિતા વજસ્વામીજી પાસે આવ્યા અને ગુરુદેવને વિનંતિ કરી કે મહારાજ ! આ ક્રોડ સોનૈયા સાથે હું મારી પુત્રીને અર્પણ કરૂ છું. આપ તેમનો સ્વીકાર કરો અને એનાં મનોરથ પૂર્ણ કરો. પરંતુ વજસ્વામીએ સંસારની અસારતા દર્શાવી અને જેમણે વૈરાગ્યનો અંચળો પહેર્યો છે એવા મુનિશ્રીએ બોધ આપ્યો જેથી તેણી પ્રતિબોધ પામી અને દીક્ષા અંગીકાર કરી નિજનું કલ્યાણ કર્યું.
આ મહાપુરૂષ નગરીમાં ભયંકર દુકાળ હોવાના કારણે સાધુસંઘને પટ પર બેસાડી આકાશગામિની વિદ્યા દ્વારા જ્યાં સુકાળ હતો એવી પુરી નગરીમાં લાવ્યા, ત્યારે તે વખતે ત્યાંનો બૌદ્ધ રાજા જિન મંદિરમાં પુષ્પપૂજનનો નિષેધ કરતો હતો. તેથી તેમણે આકાશગામિની વિદ્યા દ્વારા આકાશમાં ઉડી લાખ્ખો દિવ્ય કુસુમો લાવી શ્રાવકોને અર્પણ કર્યા. સારી યે નગરીમાં દેવી પુષ્પોની સુવાસ પ્રસરી અને રાજા રોષે ભરાણો એને તે શ્રી વજસ્વામી મહારાજ પાસે આવ્યો, પરંતુ શ્રી વજસ્વામીએ તો રાજાને સુંદર શબ્દોમાં ઉબોધન કર્યું. પરિણામે બૌદ્ધરાજા પણ જૈનધર્મી બન્યો અને શાસનની અપૂર્વ પ્રભાવના થવા પામી.
શ્રી વજસ્વામીજીને કફનો રોગ હવાથી તેઓ સુંઠનો ઉપયોગ કરતા હતાં. એક વખત સુંઠ પોતાની પાસે રહી ગઈ અને તે પ્રતિક્રમણ કરતાં, ખમાસમણો દેતાં કાન પર ભરાવેલ સૂંઠનો ગાંઠીયો જમીન પર પડ્યો. તત્ક્ષણ તેઓ સમજી ગયા કે કદી મારી આવી મોટી ભૂલ થવા પામે નહિ, આથી હવે જરૂર મારું આયુષ્ય અલ્પ જણાય છે. જેથી તેમણે પોતાના શ્રી વજસેન નામના વિદ્વાન શિષ્યને પટ્ટ પર સ્થાપી રથાવર્ત ગિરિ ઉપર જઈને અણસણ કર્યું.
ઈંદ્ર મહારાજા ત્યાં તેમના દર્શનાર્થે આવ્યા હતા. શ્રી વજસ્વામીજી સુંદર આરાધના કરી જૈન શાસનની મહા પ્રભાવના કરી, અને જૈન-શાસનની
આખમાં “અમી' તો દુનીયા ગમી, જીભમાં “અમી' તો દુનીયા નમી.