________________
૮૮૬
રત્નત્રયી ઉપાસના
૨ક રત્નત્રયી ઉપાસના * શ્રી વજસ્વામીજીની કથા * માલવ દેશના તુંબવન ગામમાં ધનગિરિ નામે એક સગૃહસ્થ વસતા હતાં. તેઓ ધનવાન, રૂપવાન અને ગુણવાન હતાં. તેમની રગેરગમાં વૈરાગ્ય ભાવના ઠાંસી ઠાંસીને ભરી હતી. લગ્ન કરવાની ઈચ્છા ન હતી. પણ ભવિતવ્યતાના યોગે ધનપાલ શેઠની સુપુત્રી સુનંદા સાથે તેમનાં લગ્ન થયા હતાં. એક દિવસ ગર્ભના પ્રભાવથી સુનંદાએ એક સુંદર સ્વપ્ન જોયું. દેવલોકમાંથી. એક તેજસ્વી પુણ્યાત્મા તેની કુક્ષિમાં અવતર્યો.
ધનગિરિએ સુનંદાને જણાવ્યું ! સુનંદા ! તને સંતાનની પ્રાપ્તિ થશે એટલે હવે હું સંયમના પંથે સંચરીશ અને સાચે જ તેઓ સાધુ બન્યા.
સુનંદાએ શુભ ઘડી પળે પુત્રને જન્મ આપ્યો. સગા-સ્નેહીઓ અને સખી વર્ગ સૌ સુનંદાના આંગણે મંગળ ગીતો ગાય છે અને અનેરો જન્મ મહોત્સવ ઉજવાય છે. તેમાં એક બ્લેન બોલ્યા કે જે આ બાળકના પિતાએ દીક્ષા ન લીધી હોત તો આજનો મહોત્સવ કોઈ અનેરો ઉજવાત. આ શબ્દો જન્મેલા બાળકના કાનમાં પડતાંની સાથે તેને જાતિ-સ્મરણ જ્ઞાન થયું અને જાણ્યું કે મારા પિતાએ દીક્ષા લીધી તો મારે પણ ચારિત્ર લઈ જીવનને સાર્થક કરવું જોઈએ. પણ મારી માતા મારા જેવા બાળકને શી રીતે છોડશે. તેથી બાળકે મનમાં સંકલ્પ કર્યો અને તેણે રડવું શરૂ કર્યું, છ-છ મહિના સુધી એકધારું રડતો જોઈ માતા કંટાળી ગઈ.
એટલામાં ગુરુદેવની સાથે ધનગિરિ મહારાજ પણ વિચરતા વિચરતા આજ નગરીમાં આવી ચઢ્યા અને ગામમાં ગોચરી લેવા પધાર્યા. કંટાળેલી સુનંદાએ બાળકને મુનિશ્રી ધનગિરિને વહોરાવી દીધો. ગુરુદેવ તો બાળકની તેજસ્વિતા જોઈ ખૂબ જ હર્ષિત થયા અને તેનું નામ વજ પાડ્યું. વજકુંવરને સાધ્વીજી મહારાજ પાસે આવતી શ્રાવિકાઓને સોપવામાં આવ્યા. ઘોડીયાપારણામાં ઝુલતા ત્રણ વર્ષની નાની વયમાં સાધ્વીજી મહારાજના મુખથી સાંભળતાં સાંભળતાં તેઓ અગ્યાર અંગના જ્ઞાતા બન્યા. આવા દિવ્ય બાળકને લેવા માતાનું વાત્સલ્ય ઊભરાયું. અને તે ન્યાયાલયમાં ગઈ. રાજાએ ન્યાય કર્યો કે-બાળક જે બાજુ જશે તેને સોંપવામાં આવશે. માતાએ વિવિધ જાતના રમકડાં ને જાત જાતની મીઠાઈ લાવીને તેની સમક્ષ મૂકી અને ગુરુદેવે ઓઘો અને મુહપત્તિ મૂક્યાં. બાળકને વચ્ચે ઊભો રાખ્યો. સૌ ટગર ટગર જોઈ રહ્યા. પણ બાળક રમકડામાં ન લોભાતાં ઓઘો અને મુહપત્તિ લઈ નાચવા લાગ્યો અને સર્વત્ર
શરીરના ઘા રૂઝાય છે, શબ્દોના ઘા રૂઝાતા નથી, માટે અપ્રિય વચન કદીય ન બોલો.