________________
८८२
રત્નત્રયી ઉપાસના
ઉચિત નથી, એટલે તે પોતાના પાલક માતાપિતાને સમજાવી દૂર દેશ જવાની તૈયારી કરે છે. સાથે સારી એવી રકમ લઈ અને તે ત્યાંથી ચાલી નીકળ્યો. ગામનગર–પુર પાટણ વગેરે ફરતા ફરતા વ્યાપાર-વ્યવસાયાર્થે તે મથુરા નગરીમાં આવ્યો. ત્યાં તેનો વ્યાપાર પૂરજોશમાં ચાલ્યો. પુષ્કળ ધન મેંળવ્યું એક વખત વાતમાં વાત નીકળતાં મિત્રોએ જણાવ્યું: ‘અરે ! મિત્ર ! જેણે કુબેરસેના વેશ્યાનું મુખ નિહાળ્યું નથી તેનો જન્મારો ફોગ છે. શું એનું રૂપ ! શું એનું લાવણ્ય! ખરેખર દેવલોકની દેવાંગના જ જોઈ લ્યો !'
યુવાન વય, મિત્રોની પ્રેરણા અને વિપુલ ધન આ બધી વસ્તુએ તેનું હૃદય કુબેરસેના તરફ વળ્યું. તે ત્યાંથી તરત વારાંગનાને ત્યાં પહોંચ્યો. વારાંગનાના રૂપને જોતાં જ કુબેરદત્ત મુગ્ધ બની ગયો અને એનાં આંગણે આળોટવા લાગ્યો. કુબેરદત્ત પણ ભર યુવાનીમાં હતો. તેનું રૂપ પણ ઉતરે તેવું નહોતું. આવા મનમોહક યુવાનને મેળવી કુબેરસેના પણ આફ્રીન બની ગઈ. એકદા તેના હૃદયમાં એ ભાવ ઉત્પન્ન થયો હતો કે હું પણ ગૃહિણી બનું તો સારૂં. બન્નેનો પરસ્પર ગાઢ સ્નેહ બંધાયો. દૂધ પાણીની જેમ બન્ને એક મેક બની ગયા. આમ વિષયક્રીડા કરતા, આનંદ-પ્રમોદમાં મહાલતા, મહીનાઓ અને વર્ષો પાણીના રેલાની માફ્ક વહી ગયા. તેવામાં તેણે એક પુત્રને જન્મ આપ્યો.
કર્માધીન આત્માઓની કર્મ બળે કેવી કેવી વિચિત્ર ઘટનાઓ બને છે? કુબેરદત્તને ખબર નથી કે જેને હું પ્રાણપ્યારી માનું છું તે મારી જનેતા છે. આમ અજ્ઞાન વશ આત્મા કેવાં કેવાં કુકર્મો કરી પાપની પોઠ શિર પર લાદે છે !' કર્મની લીલા અપરંપાર છે! કર્મની ગતિ અકળ છે !
આ તરફ કુબેરદત્તાને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી તે ચારિત્ર અંગીકાર કરે છે અને પોતાની ગુરુણીની સાથે વિહાર કરે છે. આમ જ્ઞાનઘ્યાન અને તપત્યાગમાં વિહરતાં તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. જે જ્ઞાનનાં બળે તેને જગતના રૂપી પદાર્થો પ્રત્યક્ષ થયાં. તે જ ક્ષણે એણે ઉપયોગ મૂકીને જોયું કે મારો સંસારી બંધુ કયાં છે ! જ્ઞાન બળે નિહાળતાં તેનું હૈયું ચીરાઈ ગયું. ‘ધિક્ ધિક્ ! આ શું ! કેવી વિચિત્રતા ! મોહાધીન બનેલ આત્માઓ કર્મવશ કેવા અધમ કૃત્યો આચરે છે ? આ વિષયવિલાસો આત્માને કયાં કેવી રીતે પટકે છે ! કેવું વિચિત્ર દશ્ય ! પોતાના પુત્ર સાથે માતા ભોગવિલાસમાં આસક્ત બની છે. એક તો ભગિની સાથે લગ્ન કર્યાં અને હવે માતા સાથે સંસાર માંડ્યો !
Isa
પાપ કરવું એ પાપ છે...પણ પાપની પ્રશંસા કરવી એ તો મહાપાપ છે.