________________
કુબેરદત્તાની કથા.
૮૮૧
લગ્નઉત્સવની તડામાર તૈયારીઓ થઈ. વરવહૂની સરખે સરખી જોડી નિહાળી નગરવાસીઓ બન્નેના ખૂબ વખાણ કરવા લાગ્યા. ભારે આડંબરની સાથે લગ્નમહોત્સવ પૂર્ણ થયો. કુબેરદત્તાને સારા દિવસે સાસરે વળાવવામાં આવી. નવદંપતી આનંદ ક્રિીડા કરે છે, સોગઠાબાજી ખેલે છે, પણ ભવિતવ્યતા કંઈક જુદી જ નિર્માણ થઈ હતી, એટલે રંગમાં ભંગ પડે છે. બનાવ એ બને છે કે સોગઠા ખેલતાં ખેલતાં કુબેરદત્ત જરા જોરથી સોગઠી મારી અને એની આંગળીમાંથી મુદ્રિકા-વીંટી સરી પડી. અને તે સામે બેઠેલી કુબેરદત્તાના ખોળામાં જઈ પડી. કુબેરદત્તાએ વીંટીને ધારી ધારીને જોઈ અને તેનાં હૃદયમાં સંદેહ ઉત્પન્ન થયો કે બન્ને વીંટી સરખી જ છે, કોઈ એક જ કારીગરના હાથે તૈયાર થઈ લાગે છે. અમારા બન્નેની આકૃતિ પણ સરખી જ છે. ગમે તેમ હો પણ મને પતિના ઉપર પતિ બુદ્ધિ જ થતી નથી, એટલે આમાં કંઈ ઓર સંકેત લાગે છે. - કુબેરદત્તે કહ્યું કેમ? આમ વિચારમાં પડી ગઈ ? બાજી રમતા હારી પણ જવાય, એમાં શું મુંઝાય છે? ચાલ તૈયાર થા! વિષાદ ન કર ! કુબેરદત્તાની હૃદયવ્યથાને તે સમજી ન શક્યો. કુબેરદત્તા તો ત્યાંથી ચાલતી થઈ અને પોતાની માતાને પૂછવા લાગી. “માતા! સાચું કહે. મને જેની સાથે પરણાવવામાં આવી છે એ કોણ છે ? મને એમાં સંદેહ લાગે છે. રૂપે રંગ અને આકૃતિએ અમે સરખા લાગીએ છીએ, તેમ જ બન્નેની મુદ્રિકા પણ સરખી જ છે. તું આ કોયડાનો ઉકેલ કર. મા તો આ વાત સાંભળતાં જ સ્તબ્ધ બની ગઈ. તેણે ચતુરાઈથી ઉત્તર આપ્યોઃ “બેટા! હું નથી જાણતી, તારા પિતાને પૂછ!' આ વચનો શ્રવણ કરતાં જ કુબેરદત્તાને દઢ નિશ્ચય થયો કે જરૂર અમે બન્ને ભાઈ બહેન છીએ. પિતાની પાસે જઈ વાત કરી. એણે તો હઠ પકડી, એટલે પાલક પિતાએ સઘળી સત્ય હકીકત તેણીને કહી સંભળાવી.
. આ સાંભળતાં જ કુબેરદત્તાનાં હૃદય ઉપર જાણે દસ મણનો પત્થર પડ્યો હોય તેવી વ્યથા થઈ, તેનું હૈયું ભાંગીને ભુક્કો થઈ ગયું. અમારા પાલક માતાપિતાએ અમારા ઉપર ભારે જુલમ કર્યો ! અમે ભાઈ-બહેન છીએ એમ જાણવા છતાં અમને પરણાવી દેવામાં આવ્યા !
કુબેરદત્તને પણ આ વાતની જાણ થઈ એટલે તેણે પણ અત્યંત દુઃખ અનુભવ્યું. અમારા પાલક માતા પિતાએ કેવી મોટી ભૂલ કરી? અમને ભાઈબહેન જાણવા છતાં પરણાવી દીધા! કુબેરદત્ત વિચારે છે કે હવે આ નગરીમાં રહેવું
મણભરની ચર્ચા કરતા. કણ ભરનું આચરણ શ્રેષ્ઠ છે.