________________
મહર્ષિ મેતારક મુનિની કથા
૮૫૧
તે કર્મના પ્રભાવે નીચ ગોત્રમાં જન્મવું પડ્યું. પરંતુ ચારિત્રના પ્રભાવે જન્મતાંની સાથે જ તેનું શેઠનાં ઘેર પરિવર્તન થયું. તે અનેક જાતનાં લાડ કોડમાં મોટો થયો. ત્યારે ઉપર રહેલો દેવ તેને પ્રતિબોધ કરવા આવ્યો, પરંતુ તે સમજ્યો નહિ.
તેના પિતાએ સારા સારા ઘરની-દેવાંગના સમી આઠ કન્યાઓ સાથે તેના વિવાહ કર્યા. લગ્ન મહોત્સવ મંડાયો, ભવ્ય મંડપ ઉભો કરવામાં આવ્યો. મેતારજ હર્ષઘેલો બન્યો કે હવે તો હું વરઘોડે ચડીશ, આમ કરીશ, તેમ કરીશ.' એમ મનમાં મોદક ઉડાડવા લાગ્યો. આઠે કન્યાઓ પણ પ્રમુદિત બની અને સાસુ-સસરાના હર્ષનો પાર રહ્યો નહિ. વાજાના મધુર સૂરો ગુંજી ઉઠ્યા, ગૌરીઓએ ગીતરસની જમાવટ કરી. વરઘોડો નગરીમાં ફરી રહ્યો છે, નગરજનો વરઘોડાની શોભાને નિહાળી અવનવી વાતો કરે છે, એમ કરતાં વરઘોડો મધ્ય ભાગે આવી પહોંચ્યો. ભારે રંગ જામ્યો છે, સૌના હૈયામાં હર્ષ માતો નથી. આ બધું અદ્ભુત દશ્ય નિહાળી એક ચંડાળ પોતાની સ્ત્રીને કહે છે કે “શું ગજબ શોભા છે ! અગર આપણો પુત્ર જીવતો હોત તો આપણે પણ ભારે ઠાઠમાઠથી આવો જ વરઘોડો કાઢત.” આ વાત સાંભળતાં ચંડાળણી બોલી ઉઠીઃ “અરે આ તો આપણો જ પુત્ર છે ! મેં જ શેઠાણીને આપ્યો છે. આ સાંભળતાં જ ચંડાળના મગજનો પારો ચઢી ગયો. “તો તે આપણા કુળમાં જ એને પરણાવવો રહ્યા !'
પૂર્વના મિત્ર દેવે તેને પ્રતિબોધ કરવા મેતારજના સાચા પિતાના દેહમાં પ્રવેશ કર્યો અને બરાબર ભર બજારે એ ચંડાળે રંગમાં ભંગ કર્યો. મેતારજને હાથ પકડી ઘોડેથી ઉતારી નાખ્યો અને કહેવા લાગ્યો કે “બેટા ? ચલ, ચલ, તને તો આપણા કુળની કન્યા શોભે.' આ દશ્ય જોઈ બધા આભા બની ગયા. શું આ ચંડાળનો પુત્ર છે ? છટ છટ !! તે જ ક્ષણે વરઘોડો વિખરાઈ ગયો, માતપિતા વિલખા પડ્યા, સાસુ સસરા શરમથી મોટું નીચું નાંખી ગયા અને કન્યાઓની મનોવેદનાનો પાર રહ્યો નહિ.
કોઈની પૂછવાની તાકાત નહોતી કે - “અલ્યા ! તેં આ શું કર્યું ?' ચંડાળ તો મેતારજનો હાથ પકડી ઘર તરફ ચાલી નીકળ્યો. તે જ વખતે પૂર્વભવનો મિત્ર દેવ મેતારજ સમક્ષ હાજર થયો અને કહેવા લાગ્યો કે હવે તો બોધ પામી બોધ પામ !' ચારિત્રનું પ્રત્યક્ષ ફળ અનુભવવાં છતાં સંસારમાં કેમ પડી રહ્યો છે ?'
હે જીવ ! જીવવા માટે કમાવવાનું, કે કમાવા માટે જીવવાનું.