________________
૮૫o
OCTS
રત્નત્રયી ઉપાસના
-
:: મજાકજનક
-
આશાતના કરવી, એ કંઈ નાનીસૂની વાત નથી! આવું મહાપાપ આત્માને નરક ગતિનાં મહેમાન બનાવે છે, જનમ જનમમાં જીભ મળતી નથી અને ઘોર દુઃખી થવું પડે છે.'
રાજાએ કહ્યું “ગુરુદેવ ! ફરી એવું નહિ બને પણ હાલ તો એમના પ્રાણ બચાવો.' મુનિએ સાફ જણાવી દીધું કે રાજન! હવે તો એ બન્ને ચારિત્ર અંગીકાર કરે તો જ બચી શકે, અન્યથા બચવાનો કોઈ ઉપાય નથી.' | મુનિનાં આ વચનો શ્રવણ કરી મહારાજા ઘેરા વિચારમાં પડી ગયા હવે શું કરવું? બાળકો ચારિત્ર લેશે નહિ અને એમના પ્રાણ બચશે નહિ.”
રાજાએ મુનિને ઘણાં સમજાવ્યાં પણ તેઓ એકના બે ન થયા, કારણ કે તેમને તો ઘોર હીલના કરનારને બોધપાઠ આપવો હતો..
રાજા નિરાશ થઈ વિલે મુખે પાછો ર્યો અને પોતાના પુત્રને તથા રાજપુરોહિતના પુત્રને સમજાવ્યું કે “અરે બાળકો ! બચવાનો માત્ર એક જ ઉપાય છે, તે એ કે તમે સંસારનો ત્યાગ કરી ચારિત્ર અંગીકાર કરો.” નહિતર આમને આમ તમારા પ્રાણ ચાલ્યા જશે.' આ વાત સાંભળી બંને જણે ચારિત્ર લેવાનું સ્વીકાર્યું અને મુનિએ તેમના ઉતારી નાખેલા સાંધા ફરી પાછા બરાબર કરી દીધા. પછી તેમણે શરત મુજબ ચારિત્ર અંગીકાર કર્યું-દીક્ષા લીધી. જો કે આ દીક્ષા બંને જણે બલાત્કારે લીધી હતી, પણ વસ્તુ સારી છે. આત્માનું કલ્યાણ કરનારી છે, એવો વિચાર કરી તેઓ સારી રીતે ચારિત્રનું આરાધન કરવા લાગ્યા. પુરોહિતના પુત્રને થયું “બધું સારું, પણ આમ મેલુંધેલું રહેવું એ ઠીક નહિ ! મુનિનાં મલ વસ્ત ઉપર એને ધૃણા થઈ. આમ બંને જણા ચારિત્રનું પાલન કરી દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાં તેમણે અવધિજ્ઞાનથી ઉપયોગ મૂક્યોઃ કોના પ્રતાપે આપણને આ સ્વર્ગસુખો અને ઋદ્ધિ મળી ! ત્યારે જાણ્યું કે “અહાહા ! આ તો ચારિત્રનો પ્રભાવ છે. અરે અમે તો બલાત્કારે, ભાવ વિના જબરજસ્તીથી દીક્ષા અંગીકાર કરી, તેનું ફળ આવું મોટું મળ્યું તો જે ભાવથી દીક્ષા પાળે તેને કેવાં રૂડાં ફળ મળે ?'
એ વખતે બંને જણે નિશ્ચય કર્યો કે હવે જે આપણે મનુષ્ય થઈશું તો અવશ્ય ભાવથી દીક્ષા અંગીકાર કરી કલ્યાણ સાધીશું. હવે બંને જણમાંથી પુરોહિતનો પુત્ર જે દેવ થયો છે, તે ત્યાંથી ચ્યવી, આ મનુષ્યલોકમાં ઉત્પન્ન થયો અને ચંડાળને ત્યાં જન્મ્યો. પૂર્વભવે મુનિનાં મલ-વસ્ત્રની ધૃણા કરી હતી,
as
: જાપાન
બીજાને દુખી કરી પોતે સુખી થશે તેમ માનવું તે ઘોર અજ્ઞાન છે.