________________
શ્રી અમરકુમારની કથા
૮૪૫
સજ્જનની એ જ સજ્જનતા છે કે બૂરૂં કરનારનું પણ ભલું કરવું.' એક વખત એ હતો કે અમરકુમાર નમ્રવદને કાલાવાલા કરી અશ્રુ સારતો સૌને વિનવી રહ્યો હતો, “અરે મને કોઈ બચાવો, મને કોઈ બચાવો' પણ કોઈએ ન બચાવ્યો. પરંતુ તે બધા અત્યારે અમરને વિનંતી કરી રહ્યા હતા કે “હે કુમારા સહુના પ્રાણ બચાવો, સહુનો ગુનો માફ કરો.” આ વખતે અમરકુમારે પંચપરમેષ્ઠિનું ધ્યાન ધરી લાંબા ટાટ થઈને ઠુંઠની જેમ પડેલા બ્રાહ્મણોનાં અંગ ઉપર પાણી છાંટ્યું કે તે પણ ઊભા થઈ ગયા અને સર્વત્ર જય જયકાર વર્તાયો.
મહારાજા શ્રેણિકે વિચાર્યું : “જે આ બાળક ન હોત તો આજે બધાનું આવી બન્યું હતું, સૌ યમધામે સીધાવી ગયા હોત. ખરેખર ! તેણે બધાને નવું જીવન આપ્યું છે અને તેમણે બે હાથ જોડી ઉપકારનો ચત્કિંચિત બદલો વાળવાની ઈચ્છાથી અમરકુમારને વિનંતિ કરી કે “કુમાર હવે આ રાજપાટ તમે-ગ્રહણ કરો, તમારા ઉપકારનો બદલો વાળ્યો વળે તેમ નથી. અમારો ગુનો માફ કરો.”
પરંતુ ઉત્તરમાં અમરકુમારે જણાવ્યું કે મહારાજ રાજપાટની મને જરૂર નથી. મેં સમગ્ર વિશ્વનું સ્વરૂપ જોઈ લીધું છે. આવા સ્વાર્થી સંસારમાં હવે ખેંચી રહેવું અને એક ક્ષણ પણ ઉચિત લાગતું નથી. આ બધી માયા ક્ષણિક છે, વિનશ્વર છે. સૌ સ્વાર્થનાં સગાં છે. સાચો તારણહાર ને આધાર એક જ ધર્મ છે, માટે તેનું શરણું ગ્રહી હવે હું મારા આત્માનું કલ્યાણ કરીશ.'
જ્યારે આત્માને સંસારની સાચી સ્થિતિનું ભાન થાય છે ત્યારે હીરાના હાર, મોતીની માળા, દેવાંગના જેવી રૂપવતી લલનાઓ અને ઝાકઝમાળ રાજમહાલયો, આ બધુંય તુચ્છ ભાસે છે. એટલે તે જ ક્ષણે અમરકુમાર ત્યાંથી ચાલી નીકળે છે અને પંચમુષ્ટિ લોચ કરે છે. આ વખતે તેને જાતિસ્મરણ જ્ઞાન થાય છે કે જેના પ્રભાવથી પૂર્વ ભવો જોઈ શકાય છે. અમરકુમાર સાચો અણગાર બને છે, સાચો ત્યાગી બને છે, હવે એને જીવન-મરણની પરવા નથી, હવે એને કશીય ઈચ્છા નથી. માત્ર તમન્ના છે આત્માનું હીર પ્રગટાવવાની, આત્માનું જવાહર ચમકાવવાની. અમરકુમાર મશાનભૂમિ ભણી સીધાવ્યા અને ત્યાં ધ્યાનમાં લીન બન્યા. હવે એમને ભૂત, પીશાચ કે ક્રૂર જંગલી જાનવરોનો ભય નથી, ડર નથી. એ નિર્ભય બન્યા છે, અડગ બન્યા છે અને પોતાની સાધનામાં તત્પર બન્યા છે.
વMFol.1 N
R
NR
''18
:
A,
R
R
આજનો યુવાન બાપને છોડે, પણ દુર્ગતિમાં લઈ જનારા પાપને ન છોડે.