________________
૮૪૪
રત્નત્રયી ઉપાસના
મટી જાય છે. અરે ! આત્મા અજર અમર બની જાય છે.
અમર એ મહામંત્રનાં માંગલિક પદોનું સ્મરણ કરવા લાગ્યો, તેમાં લયલીન બની ગયો. એને હવે જીવન મરણની પરવા નહોતી શું બની રહ્યું છે તે જાણવાની દરકાર ન હતી. હું કયાં છું? તે પણ તે ભૂલી ગયો હતો. મન, વચન અને કાયા એમ ત્રિકરણયોગથી જ્યારે આત્મા પરમાત્માનાં ધ્યાનમાં લીન બને, એકાગ્ર બને, ત્યારે તે ધાર્યું કરી શકે છે. બસ એવું જ અહીં બન્યું. સઘળા. બ્રાહ્મણો ભેગા મળી ‘ઉ ફર્ સ્વાહા,’ ‘ઝ ફટ્ સ્વાહા,' આદિ વેદધ્વનિથી વાતાવરણ ગુંજતું કરી જ્યાં બાળકને હોમવાની તૈયારી કરે છે, ત્યાં તો બનાવ કંઈ ઔર જ બન્યો. અગ્નિકુંડ સુવર્ણનું સિંહાસન બની ગયું અને અમરકુમાર તેના પર બેઠેલો સહુનાં જોવામાં આવ્યો. તે જ વખતે ફર્ સ્વાહા,‘જી ફ સ્વાહા, ઉચ્ચારનારાં બ્રાહ્મણો પોતે જ ફરુ સ્વાહા થઈ ગયાં, બધા લાંબા થઈને ધરણી પર ઢળી પડ્યા.
બનાવ એ બન્યો કે અમરકુમારનાં નવકાર-મંત્રનાં ધ્યાનથી તેના અધિષ્ઠાયક દેવનું સિંહાસન ડોલી ઉઠ્યું. અવધિજ્ઞાનથી નિહાળતાં એ દેવને જણાયું કે એક નિદોષ બાળકને પોતાના સ્વાર્થની ખાતર અગ્નિકુંડમાં હોમવામાં આવે છે, એટલે તે જ ક્ષણે ત્યાં આવી ચઢ્યો અને અગ્નિકુંડને સુવર્ણનું સિંહાસન બનાવી દીધું તથા બ્રાહ્મણોને ચત્તાપાટ ઢાળી દીધા. તેણે મહારાજાને પણ ચમત્કાર બતાવ્યો. તેને સિંહાસન નીચે પટકી પાડયા અને લોહી વમતા કર્યા. આ જોઈ પ્રજાજન બોલી ઊઠ્યા: ‘જુઓ જુઓ, પાપનાં ફળ પ્રત્યક્ષ મળે છે. પાપનો ઘડો ફૂટ્યા વગર રહેતો નથી, જે બીજાનું બૂરૂ કરે છે, તેનું જ બૂરું થાય છે. જે બીજાને માટે ખાડો ખોદે છે તે પોતે જ તેમાં પટકાઈ પડે છે. જોયું? રાજા કેવા પટકાઈ પડ્યા? અરે! આ બ્રાહ્મણોની શી વલે થઈ? જુઓ, જુઓ, આ બાળક કેટલો પુણ્યશાળી છે? અરે લોકો ! તેનાં ચરણકમળની પૂજા કરો, નહિતર બધાય મર્યા સમજો. આ કંઈ સામાન્ય બાળક નથી.” પછી સહુની વિનંતીથી અમરકુમારે નવકાર-મંત્રનું સ્મરણ કરી રાજાના અંગ ઉપર પાણી છાંટ્યું અને તે આળસ મરડીને ઊભો થયો અને આસપાસ જોવા લાગ્યો.
અમરકુમારની પરોપકારપરાયણતા નિહાળી સૌ તેને સેંકડો ધન્યવાદ આપવા લાગ્યા.
સુધારવાની ઈચ્છાવાળા જીવને માટે ક્યારેય મોડું થયું હોતું નથી.