________________
૮૧૨ વર : રાજક:દર વારા
રત્નત્રયી ઉપાસના
આ
મ
ક
:
સારા
સુધી છ8-છઠના પારણે આયંબિલનો તપ કરવાની પ્રતિજ્ઞા કરી. કેવું પુણ્ય ભોગવવા છતા આસક્તિ નહીં, છોડતાં લેશ વાર નહીં,
ધન સહિત સ્ત્રીઓને છોડી અને શરીરની મમતાને પણ તોડી. ૩ છઠ્ઠના પારણે પણ આયંબિલમાં સૂક્કો લૂખો માખી પણ ન ઈચ્છે
તેવો નિરસ-વિરસ વાલ વગેરે આહાર લે છે. ૪ આઠ મહિનામાં તો ધન્નાની કાયા તપથી સુકાઈ ગઈ. એકદા શ્રેણિકે
પૂછવાથી પ્રભુએ ધન્નાજીને નિત્ય ચઢતા ભાવવાળા ચૌદ હજાર મુનિઓમાં શ્રેષ્ઠ આરાધક જણાવ્યા. તે સાંભળી રાજા શ્રેણિકે વનમાં જઈ તેઓનું દર્શન-વંદન કરી જીવન કૃતાર્થ કર્યું. નરેન્દ્રો અને દેવેન્દ્રો પણ જેને નમે તે ત્યાગ વૈરાગ્ય એજ આત્માનું સાચું ધન છે. ધન્નાજી અંતે વૈભારગિરી પર એક માસનું અનશન કરી સમાધિથી મરી અનુત્તર વિમાનમાં દેવા થયા. ધન્ય એ ધન્ના અણગારને, ક્રોડો પ્રણામ તેઓના ત્યાગ, તપ અને વૈરાગ્યને !
૪. પુણીયો શ્રાવક (સંતોષ-સાધર્મિક ભક્તિ)
૧-૨ રાજગૃહિમાં પુણીયો શ્રાવક, લાભાન્તરાય કર્મનો તીવ્ર ઉદય, રોજ
સાડાબાર દોકડાથી વધુ ન મળે તેથી તે અને તેની ધર્મપત્ની વારા
ફરતી એકાન્તર ઉપવાર કરી રોજ એક સાધર્મિકને જમાડતા. ૩ પ્રતિદિન નિર્ધનાપ્રાયઃ છતાં જિનપૂજા કરતા અને અલ્પધન છતાં
સંતોષથી રહેતા. એટલું જ નહિ, સંતોષ એ આત્માનું સાચું ધન છે, એમ સમજ ધર્મધ્યાનમાં મગ્ન રહેતા અને સમાધિ પૂર્વક
સામાયિક કરતા. ૪ એકદા શ્રેણિકે પ્રભુ મહાવીરને પોતાની નરક તોડવાનો ઉપાય
પૂછ્યો, પ્રભુએ કહ્યું-પુણીયા શ્રાવક પાસેથી તેના સામાયિકનું ફળ
મેળવે તો તારી નરક તૂટે. ૫ શ્રેણિકે પુણિયા પાસે જઈ એક સામાયિકનું ફળ માગ્યું. પુણીયાએ
તીર્થમાં મોટામાં મોટું તીર્થ કયું? “વિશુદ્ધ મની” પોતાનું શુદ્ધ મન.