________________
વાર્તા વિભાગ
CTS
૮૨૧
મોકલતા. એવાં સુખ ભોગવનાર છતાં એક પ્રસંગે માતાએ કહ્યું કે રાજા શ્રેણીક આપણા સ્વામી છે એથી તુર્ત વૈરાગ્ય થયો. દીક્ષા
લેવા રોજ એકે એક સ્ત્રીને છોડવા લાગ્યા. ૨ શાલિભદ્રની બહેન સુભદ્રા ધન્નાજીનાં પત્ની હતાં, તે પતિને સ્નાન
કરાવે છે. ભાઈના સ્નેહથી સુભદ્રાને રડતી જાણી ધન્નાજીએ કારણ પૂછ્યું. સુભદ્રાએ શાલિભદ્રજીને એક એક પત્નીના ત્યાગની વાત કહી. ધન્નાજી બોલ્યા કાયર છે, છોડવી છે તો એક સાથે કેમ ન છોડે ? સુભદ્રા કહે બોલવું સહેલું, કરવું કઠિન છે. ધન્નાજી તુર્ત
બધું છોડી શાલિભદ્રને ત્યાં ગયા. ૩ ધન્નાજીએ કહ્યું, શાલિભદ્ર! છોડવું હોય તો એક સાથે છોડો, ચાલો
આજે જ દીક્ષા લઈએ - ૪ બન્ને પ્રભુ મહાવીર પાસે ગયા અને દીક્ષા લીધી. ૫ શાલિભદ્ર ભિક્ષા લેવા ચાલ્યા, પ્રભુએ કહ્યું આજે તમારી માતા ભિક્ષા આપશે, પણ ઘેર જવા છતાં તપથી કૃશ બનેલા તેમને કોઈ
ઓળખી ન શક્યું, ભિક્ષા વિના પાછા ફરતાં વચ્ચે પૂર્વ ભવની માતા મળ્યાં તેણે સ્નેહ ઉભરાવાથી દહીં વહોરાવ્યું. વૈભારગિરી પર અંતિમ અનશન કરી અનુત્તર વિમાનમાં દેવ થયા. માતા, પુત્રના સ્નેહથી શોકાતુર થયાં, રાજા શ્રેણિકે આશ્વાસન અને ધન્યવાદ આપી શાન્ત કર્યો. ધન્ય હો મહાત્મા શાલિભદ્રના વૈરાગ્યને !
૩. ધન્નાકાનંદી (ત્યાગ-૫) ૧ કાકંદી નગરીમાં ભદ્રા શેઠાણીનો પુત્ર ધન્યકુમાર પૂવોંપાર્જિત પુણ્યથી બત્રીશ ક્રોડ સોનૈયાનો માલિક હતો. માતાથી નિશ્ચિત બની
બત્રીશ પત્નીઓ સાથે ભોગ-વિલાસમાં મગ્ન રહેતો. ૨ એકદા પ્રભુ મહાવીરના ઉપદેશથી વૈરાગી બની દીક્ષા લીધી. જીવતાં
A
- 1
-
-
-
મનની જીતે જીત છે, મનની હારે હાર, મન લઈ જાય મોક્ષમાં, મનહી નરક મોઝાર