________________
૮૧૦
શાહિક રત્નત્રયી ઉપાસના મેં જે જીવોને છિન્ન ભિન્ન કરી દુઃખી કીધા અને ખાધા તેને પણ હું ખાવું છું. ૧૨
જીવ ઘાતકાદિ અશુભકર્મથી શાર્દુલ, સિંહ, સંધ્ય, વાઘ, ચિત્તા, ગેંડા, રીંછ આદિ હિંસક થાપદ જાતિમાં ઉત્પન્ન થયેલ મારા જીવે છે જીવોને છિન્નભિન્ન-વિનાશ કીધા તેને પણ હું ખાવું છું. ૧૩
હોલા, ગીધ, કુકડા, હંસ, બગલા, સારસ, કાગડા, બાજ, કાબરી, ચકલાદિ સંમૂર્છાિમ ગર્ભજ ખેચર પંચેન્દ્રિય ભવોને વિષે, મેં ભૂખને વશ થઈ ક્રીમીયા પ્રમુખ જીવોના ભક્ષણ કીધાં તેણે પણ હું ખાવું છું. ૧૪
મનુષ્યના ભવોમાં રસેંદ્રિય લંપટ મુઢ પારધીની ક્રીડા (શીકાર) ને કરનારા મેં જે જીવોનો નાશ કીધો તેને પણ હું ખાવું છું. ૧૫
વળી રસમાં વૃદ્ધ થયેલા મેં શરીરની પુષ્ટિના લોભથી મધ, માંસ સેત (મધ, માખણ, અથાણું, વાસી રોટલી આદિ અભક્ષ્ય વસ્તુનું ભક્ષણ કરવાથી તેમાં રહેલા બે ઈન્દ્રિયાદિક જીવોનો વિનાશ કીધો હોય તેને પણ હું ખાવું છું. ૧૬
વયી સ્પર્શેટ્રિયમાં લંપટ થયેલાં મેંન્યા, સધવા, કે વિધવારૂપ પરસ્ત્રી અને વેશ્યાદિકને વિષે ગમન કરવાથી જે જીવોને દુઃખી અને વિનાશકીધા હોય તેને પણ હું ત્રિવિધ મન વચન કાયાએ ખમાવું છું.૧૭
વળી ચક્ષુઈદ્રિય, ઘ્રાણેન્દ્રિય, શ્રોબેંદ્રિયના વશમાં પડેલા મેં જે જીવોને દુઃખને વિષે પાડ્યા હોય તે જીવોને પણ હું ત્રિવિધે ત્રિવિધે ખાવું છું. ૧૮
વળી મારે જીવે માનભંગથી, ક્રોધના વશથી, આક્રમણ (દબાવી) કરીને જે જીવોને મારી આજ્ઞા મનાવી તેને પણ ત્રિવિધે ખમાવું છું. ૧૯
પ્રોત્સાહન મળવાથી પ્રગતિના શિખરે સહજતાથી જવાય છે.