________________
ચારે ગતિના જીવોનાં ખામણાં
૮૦૯
નિર્દય પરમાધામીનારૂપને ધારણ કરનાર (પરમાધામીના ભવમાં) મૂઢ અજ્ઞ મારા જીવે નારકી જીવોને દુઃખ દીધું હોય તેને પણ હું નમાવું છું. ૫
હા! હા! પરમાધામીના ભવમાં મૂઢ મારે જીવે ક્રિીડા નિમિત્તે કરવત, તલવાર, ભાલાદિથી છેદન, ભેદન, તાડન; મારણ મંત્રપાલન, વૈતરણીતારણ, કુંભીપાચન રૂપ ઘણા દુઃખ નારકી જીવોને દીધાં તે દુઃખોને હું જાણતો નથી. ૬
પરમાધામીના ભવમાં તામસભાવમાં પ્રાપ્ત થયેલાં મેં જે કાંઈ નારકી જીવને દુઃખ દીધું હોય તેને પણ હું મન, વચન, કાયાએ કરી ખમાવું
તિર્યંચને વિષે ક્ષારાદિ પૃથ્વી, અપ, તેઉ, વાઉ, પ્રત્યેક અને સાધારણ વનસ્પતિકાયના ભવોમાં મેં સ્વ, અન્ય અને પરસ્પર શસ્ત્રથી પૃથ્વીકાયાદિક જીવોનો વિનાશ કર્યો હોય તેને પણ હું નમાવું . ૮
શંખ પ્રમુખ બેઈદ્રિય, જુ પ્રમુખ તેઈદ્રિય, માખી પ્રમુખ ચૌરિંદ્રિયના ભવોમાં મેં જે જીવોનું ભક્ષણ કર્યું હોય અને દુઃખ દીધું હોય તેને પણ હું ખાવું . ૯
ગર્ભજ, સંમૂર્છાિમ જલચર પંચેદ્રિયના ભાવોમાં મચ્છ, કાચબા, સુસુમાર આદિ અનેક રૂપને ધારણ કરનાર મેં આહારને માટે જીવોનો વિનાશ કર્યો હોય તેને પણ હું નમાવું છું. ૧૦
વળી જળચર જીવના ભવોમાં ગયેલા મેં ઘણા પ્રકારના જીવોને દેખીને ઘણીવાર છેદન-ભેદન કીધાં હશે તેને પણ હું ત્રિવિધ ત્રિવિધે ખમાવું છું. ૧૧ ,
ગર્ભજ-સંમૂર્છાિમ સર્પ પ્રમુખ ઉરપરિસર્પ-ઘો, વાનર પ્રમુખ ભુજપરિસર્પ-કુતરા, બિલાડા પ્રમુખ સ્થલચર પંચેંદ્રિય તિર્યંચના ભવોમાં
વ્યક્તિ નારાજ હોય તો તેને સેવા દ્વારા જીતી શકાય છે.