________________
I 8, I
2 29 ENE 299
કર્યા પરંતુ વૈરાગ્યરસની મોજ માણતાં નેમિકુમારને હવે શિવવધૂ સિવાય અન્ય કોઈ કન્યાને પરણવાના અરમાન ન રહેતા તેમણે સંસારપ્રત્યે નિરીહ રહી સ્વગૃહ તરફ પ્રયાણ આદર્યુ.
આ તરફ પિયુમિલનના અનેક મનોરથોના મિનારે આરુઢ થયેલ રાજીમતી પ્રિયતમની વિદાયથી દારૂણ કલ્પાંત કરવા લાગી. આઠ આઠ ભવની પ્રીતના બંધનો પળવારમાં તૂટતાં નિહાળી આકુળવ્યાકુળ બનેલી રાજીમતી અત્યંત વ્યગ્ર ચિત્ત વાળી થઈ.
બસ ! બસ ! આ જ ક્ષણોના રાજીમતીના હૈયાના ભાવોને જાણે વાચા આપતાં ન હોય ? તે રીતે પ. પૂ.આ. ભાવપ્રભસૂરિ મહારાજાએ આ નેમિભક્તામરના આલંબનથી રાજીમતીની વિરહની વેદનાના ભાવોને શબ્દોની ગુંથણીમાં ગુંથીને એક અદ્ભુત કાવ્યની રચના કરી છે.
ચાલો ! હવે આપણે તે ઐતિહાસિક નેમિભક્તામરના આંતરવૈભવને આ નેમિભક્તામર મહાપૂજનના માધ્યમથી માણીએ...
8મ્ |