________________
// ર૭ |
2 292 m2 99
ઢાળ મેરુ ઉપરજી, પાંડુક વનમેં ચિહું દિશ, શિલા ઉપરજી, સિંહાસન મન ઉલ્લસે; તિહાં બેસીજી, શક્રે જિન ખોળે ધર્યા, હરિ ત્રેસઠજી, બીજા તિહાં આવી મળ્યા.
ત્રોટક છંદ મળ્યા ચોસઠ સુરપતિ તિહાં, કરે કળશ અડ જાતિના, માગધાદિ જળ તીર્થ ઔષધિ, ધૂપ વળી બહુ ભાતિના.
અશ્રુતપતિએ હુકમ કીનો, સાંભળો દેવાસ, ક્ષીરજલધિ ગંગાનીર લાવો, ઝટિતિ જિનજન્મ-મહોત્સવે.
ઢાળ – વિવાહલાની દેશી સુર સાંભળીને સંચરિયા, માગધ વરદામે ચલિયા; પદ્મદ્રહ ગંગા આવે, નિર્મળ જળ કળશા ભરાવે / ૧ // તીરથજળ ઔષધિ લેતા, વળી ક્ષીરસમુદ્ર જાતા; જળકળશા બહુલ ભરાવે, ફૂલ ચંગેરી થાળા લાવે // ૨ // સિંહાસન ચામર ધારી, ધૂપધાણાં કેબી સારી; સિદ્ધાંતે ભાખ્યાં જેહ ઉપકરણ મિલાવે તેહ // ૩ // તે દેવા સુરગિરિ આવે, પ્રભુ દેખી આનંદ પાવે; કળશાદિક સહુ તિહાં ઠાવે, ભક્ત પ્રભુના ગુણ ગાવે // ૪//
||
9 ||