________________
અજુઆલી શ્રાવણ છઠે મન મોહન મેરે, સજે સંજમ શણગાર રે સુણ શામળ પ્યારે, દિન ચોપન કરી સાધના મન મોહન મેરે, કરે પાવનગઢગિરનાર રે સુણ શામળ પ્યારે ઘા ૩ .
I ૬૮૭ ||
ભાદ્રવદી અમાસના મન મોહન મેરે, બાળે ઘાતી તમામ રે સુણ શામળ પ્યારે, સમવસરણ સુરવર રચે મન મોહન મેરે, ચોત્રીસ અતિશય તામ રે સુણ શામળ પ્યારે પ૪ u
ત્રિભુવન તારક પદ લહી મન મોહન મેરે, કરે જગત ઉપકાર રે સુણ શામળ પ્યારે, મધુરગીરા જિનવર સુણી મન મોહન મેરે, ભવતરીયા નરનાર રે સુણ શામળ પ્યારે
૫ો
પંચમશિખર ગિરનારે મન મોહન મેરે, પાંચશો છત્રીસ સાથ રે સુણ શામળ પ્યારે, અષાઢ સુદ આઠમ દિને મન મોહન મેરે, સોહે શિવવધૂ સંગાથ રે સુણ શામળ પ્યારે ૫ ૬
મોહભંજક’ ‘પરમાર્થગિરિ’ મન મોહન મેરે, ‘શિવ સ્વરૂપ’ વખાણ રે સુણ શામળ પ્યારે, લલિતગિરિ’ ‘અમૃતગિરિ’ મન મોહન મેરે, “દુર્ગતિવારણ” જાણ રે સુણ શામળ પ્યારેu૭ u
‘કર્મક્ષાયક’ ‘અજયગિરિ’ મન મોહન મેરે, “સર્વદાયક ગિરિ’ જોય રે સુણ શામળ પ્યારે, ગુણ અનંત એ ગિરિતણા મન મોહન મેરે, પાર ન પામે કોય રે સુણ શામળ પ્યારે ૮ u
નેમિનિરંજન સાહિબો મન મોહન મેરે, બીજો ન આવે હાય રે સુણ શામળ પ્યારે, કૃપા નજર પ્રભુ તાહરી મન મોહન મેરે, તેમને શિવસુખ થાય રે સુણ શામળ પ્યારે
ઘા ૯ !
/ ૨૮૭ ||