________________
/ ૬૭e I
આ પાંચમા આરાના ઉદ્ધારોમાં વિશિષ્ટતાએ છે કે સૌપ્રથમ ઉદ્ધાર કરાવનાર અનાર્યદેશ બેબીલોનના રાજા નેબુચન્દ્ર હતા. આ નેબુચન્દ્ર રાજા પરમાત્મા મહાવીરના શાસનના શ્રેણીક મહારાજાના મિત્ર હતા, તેમના પુત્ર આદ્રકુમારે અભયકુમારના પરિચયમાં આવીને ઠીક્ષા ગ્રહણ કરી હતી. પુત્રમુનિ આદ્રકુમારને શોધવા માટે પિતા નેબુચન્દ્ર મહારાજા ભારતમાં આવે છે ત્યારે જૈનધર્મથી પ્રભાવિત થઇ ગિરનાર ઉપરના બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ પરમાત્માના જીર્ણ હાલતમાં રહેલા જિનાલયને જોઈને તેમણે તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તેવું ઈ.સ. ૧૯૩૫ માં પ્રભાસપાટણમાં મળી આવેલ તામ્રપત્રના આધારે અનુમાન કરવામાં આવે છે, વળી (નેબુચન્દ્ર રાજા તથા પ્રભુ મહાવીરના કાળની વિચારણા કરતાં આ ઉદ્ધાર ચોથા આરાના છેલ્લા ૨૦ વર્ષ દરમ્યાન થયો હોય તેવી પણ સંભાવના છે. તત્ત્વતો કેવલી ભગવંત જાણે.) ત્યારબાદ ગિરિના અનેક ઉદ્ધાર થયા હતા જેમાં વર્તમાનમાં ગિરનારના મૂળનાયક શ્રી નેમિનાથ પરમાત્માના જિનાલયનો ઉદ્ધાર વિ.સ. ૧૧૮૫ની સાલમાં પાટણનરેશ સિદ્ધરાજ જયસિંહના મંત્રી સજજન દ્વારા કરાવવામાં આવેલ હતો જેને ““ કર્ણ વિહાર ' નામ આપવામાં આવ્યું હતું. વિશ્વમાત્રમાં પ્રાયઃ એક માત્ર એવો આ પ્રાસાદ શ્યામવર્ણના ગ્રેનાઈટના પાષાણમાંથી બનાવવામાં આવેલ છે. ત્યારબાદ આ તીર્થના અનેક ઉદ્ધાર થયા પરંતુ શ્રી નેમિનાથ પરમાત્માના આ પ્રાસાદને યથાવત રાખીને તે ઉદ્ધાર કાર્યો થયા છે.
તાજેતરમાં લગભગ ૪૦ વર્ષ પૂર્વે જ્યારે શ્રી નેમિનાથ પ્રભુના દીક્ષા-કેવળજ્ઞાન કલ્યાણકની પાવનભૂમિ-સહસાવન તરફ સમસ્ત જૈનસંઘ દ્વારા ઉપેક્ષા સેવાતી હતી તેવા અવસરે તપસ્વી સમ્રાટ ૫.પૂ. આ.હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબના પ્રચંડ પુરુષાર્થ અને પુસ્મભાવથી આ સહસાવનની કલ્યાણકભૂમિમાં પરમાત્માના કેવળજ્ઞાન કલ્યાણકની સ્મૃતિ અર્થે અત્યંત | @ નયનરમ્યવિશાળ સમવસરણ મંદિરનું નિર્માણ વિ.સ. ૨૦૪૦ ની સાલમાં કરવામાં આવેલ છે.
// ૬૭૦ ||