________________
ભાવાર્થ- હે પ્રભુ! સ્થિર દષ્ટિએ જોવા લાયક તમને જોઈ ને પછી માણસની દૃષ્ટિએ બીજાને જોવામાં સંતોષ પામતી નથી. જેમ ચંદ્રના કિરણોના જેવી ઉજ્જવળ કાંતિવાળા ક્ષીર સમુદ્રના પાણીને પીને, પછી લવણ સમુદ્રનું ખારું પાણી પીવાની કોણ ઈચ્છા કરે? ૧૧ . ऋद्धि : ॐ ह्री नमः सयंबुद्धीणं ॥ मंत्र : ॐ ह्रीं श्रीं कलीं श्रीं , श्री ओं कुमतिनिवारणे
__ महामायाये नमः ॥
પ્રથમ સ્નાન કરીને પવિત્ર થઈ અભોગ એવું સફેદ વસ્તુ પહેરીને આ કાવ્ય મંત્રથી સરસવના ૧૨૦૦દાણા મંત્રીને ચારે દિશામાં નાંખવા, આયંબીલ કરવું જેથી જલનું આકર્ષણ થાય, અને મેઘાગમન થવાથી વરસાદ આવે.
જ બ્લોક ૧૦-૧૧ નો પ્રભાવ બતાવનારી સ્થાન
અણહિલપુર પાટણમાં કમદી નામનો એક શેઠ રહેતો હતો. તેને ભક્તામર સ્તોત્ર ઉપર બહુજ શ્રદ્ધા હતી. નિરંતર સવાર સાંજ અને બપોર એમ ત્રણ વખત તે ભક્તામર સ્તોત્રનું વિધિસર આરાધન કરતો હતો.
એક દિવસ તેની આ સાધનાથી શાસનદેવ પ્રગટ થયા, અને કહ્યું, હું તારી ભક્તિથી પ્રસન્ન થયો છું. માગ ! માગ!'
શેઠને પોતાની ગરીબ અવસ્થા યાદ આવી અને ખૂબ ધન આવાની માગણી કરી. ત્યારે શાસનદેવે કહ્યું “આજે સાંજના તારા ઘર પાસે એક કામધેનું ગાય આવશે તેને તું તારે ઘેર રાખજે અને દરરોજ તેનું જેટલું દૂધ નીકળશે તેટલા દૂધનું તે ઘડામાં સોનું થઈ જશે. તે ગાય તારે ત્યાં